IPL: અનલકી છે ઓરેન્જ કેપ, સૌથી વધારે રન બનાવનાર ખેલાડીની ટીમ નથી જીતતી ખિતાબ
આઈપીએલ 2018 - આ સીઝનમાં કેન વિલિયમ્સને સૌથી વધારે 735 રન બનાવ્યા હતા. જોકે તેની ટીમ ફાઈનલમાં હારી ગઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈપીએલ 2017 - ફરી ડેવિડ વોર્નરે સૌથી વધારે 641 રન બનાવ્યા હતા. તેની ટીમ સેમી ફાઈનલ સુધી જ પહોંચી હતી.
આઈપીએલ 2016 - આ સીઝનમાં કોહલીએ સૌથી વધારે 973 રન બનાવ્યા હતા.
આઈપીએલ 2015 - આ સીઝનમાં ડેવિડ વોર્નરે સૌથી વધારે 562 રન બનાવ્યા હતા. તેની ટીમ છઠ્ઠા ક્રમે રહી હતી.
આઈપીએલ 2014 - આ પ્રથમ એવી સીઝનમાં હતી જેમાં સૌથી વધારે રન કરનાર એટલે કે ઓરેન્જ કેપ મેળવનાર ખેલાડીની ટીમે ખિતાબ જીત્યો હતો. રોબિન ઉથપ્ફાએ સૌથી વધારે 660 રન બનાવ્યા હતા.
આઈપીએલ 2013 - આ સીઝનમાં માઈકલ હસીએ સૌથી વધારે 733 રન બનાવ્યા હતા. તેની ટીમ ફાઈનલમાં મુંબઈ સામે હારી ગઈ હતી.
આઈપીએલ 2012 - આ સીઝનમાં પણ ફરી ગેઈલે સૌથી વધારે 733 રન બનાવ્યા હતા. તેની ટીમ પ્લેઓફમાં પણ સ્થાન મેળવી શકી ન હતી.
આઈપીએલ 2011 - ગેઈલે આ સીઝનમાં સૌથી વધારે 608 રન બનાવ્યા હતા. તેની ટીમ ફાઈનલમાં ચેન્નઈ સામે હારી ગઈ હતી.
આઈપીએલ 2010 - મુંબઈ ઇન્ડિયન્સના સચિન તેંડુલકરે 618 રન બનાવ્યા. ટીમ ફાઈનલમાં ચેન્નઈ સામે હારી ગઈ હતી.
આઈપીએલ 2009 - મેથ્યુ હેડને 572 રન બનાવ્યા હતા. તેની ટીમ પણ સેમીફાઈનલ સુધી જ પહોંચી.
આઈપીએલ 2008 - શોન માર્શે 616 રન બનાવ્યા હતા. તેની ટીમ સેમીફાઈનલ સુધી જ પહોંચી હતી. સીએસકેએ ખિતાબ જીત્યો.
નવી દિલ્હીઃ 23 માર્ચથી શરૂ થઈ રહેલ ટી20 ક્રિકેટના મહાકુંભ આઈપીએલની 12 સીઝનની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફેન્સ એની રાહ જોઈ રહ્યા છે કે આ વખતે ક્યો બેટ્સમેન સૌથી વધારે રન ફટકારશે અને કોના માથે ઓરેન્જ કેપ આવશે. ફેન્સ ભલે ઓરેન્જ કેપને લઈને ઉત્સાહિત હોય પરંતુ ખિતાબની દ્રષ્ટિએ જુઓ તો આ કેપ ટીમ માટે લકી નથી. અત્યાર સુધીની આઈપીએલના ઈતિહાસમાં ફક્ત એક વખત જ એવું બન્યું છે જ્યારે કોઈ બેટ્સમેને સૌથી વધારે રન બનાવ્યા હોય અને તેની ટીમ ખિતાબ જીતી હોય. આગળ વાંચો કઈ સીઝનમાં કોને ઓરેન્જ કેપ મળી અને કઈ ટીમે ખિતાબ જીત્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -