Madan Lal On Riyan Parag: રાજસ્થાન રોયલ્સના (Rajasthan Royals) ઓલરાઉન્ડર ખેલાડી રિયાન પરાગ (Riyan Parag) હાલ ચર્ચામાં છે. હવે પૂર્વ ભારતીય બોલર મદન લાલે (Madan Lal) રિયાન પરાગ પર મોટું નિવેદન આપ્યું છે. મદન લાલે કહ્યું કે, રિયાન પરાગને આઈપીએલમાં ઘણી સારી તકો મળી, પરંતુ તેમ છતાં તેનામાં કોઈ સુધારો નથી થયો. ઉલ્લેખનીય છે કે, રિયાન પરાગ માટે આ સીઝન નિરાશાજનક રહી છે. તેણે આ સીઝન રાજસ્થાન રોયલ્સ માટે 17 મેચોમાં 16.63ની એવરેજથી ફક્ત 183 રન બનાવ્યા છે. આ દરમિયન રિયાન પરાગે એક વખત અર્ધશતક લગાવ્યું હતું.


રિયાન પરાગમાં કોઈ સુધારો ના થયોઃ
1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય મદન લાલે કહ્યું કે, રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવનમાં રિયાન પરાગને સતત તકો મળી હતી. પરંતુ આટલી બધી તકો મળ્યા બાદ પણ તેનામાં કોઈ સુધારો નથી થયો. તેમણે કહ્યું કે આ સીઝનમાં રિયાન પરાગે રાજસ્થાન રોયલ્સ માટે બધી મેચો રમી પરંતુ એક પણ સારું પ્રદર્શન જોવા ના મળ્યું. સાથે જ તેમણે કહ્યું કે, રિયાન પરાગ એવો ખેલાડી નથી કે જે એકલા હાથે મેચની સ્થિતિ પલટી શકે, મદન લાલે આગળ કહ્યું કે, અત્યાર સુધી જેટલા પણ ખેલાડીઓએ આઈપીએલમાં ભાગ લીધો છે તેમનામાં સુધારો જોવા મળ્યો છે. પરંતુ રિયાન પરાગમાં કોઈ બદલાવ નથી થયો.


રિયાન પરાગે આપ્યું હતું આ નિવેદનઃ
પૂર્વ ભારતીય બોલર મદન લાલ (મદન લાલ)એ કહ્યું કે, રિયાન પરાગ જે નંબર પર બેટિંગ કરે છે તે ખૂબ જ મહત્વનું સ્થાન છે. તે નંબર પર આવનાર ખેલાડીએ ઝડપથી રન બનાવવાના હોય છે. પરંતુ જો તમે ઝડપથી રન નથી બનાવતા તો તમારી ટીમ મુશ્કેલીમાં મુકાય છે. ઉલ્લેખનીય છે કે, રિયાન પરાગે હમણાં જ એક નિવેદન આપ્યું હતું કે, આ વિશે તેઓને ચિંતા નથી કે બીજા લોકો શું વિચારે છે કે હું દરેક વખતે મારું શ્રેષ્ઠ આપું છું. રિયાન પરાગના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકોએ રિયાન પરાગને ખૂબ ટ્રોલ કર્યો હતો. સાથેસાથે પૂર્વ ક્રિકેટરોએ પણ પરાગના આ નિવેદનની આલોચના કરી હતી.