IPL 2022 Points Table: ઇન્ડિયન પ્રીમિયર લીગ  2022 (IPL 2022)ની વાત કરીએ તો આ વખતે કુલ 10 ટીમો રમી રહી છે. તમામ ટીમોની એક એક મેચ રમાઇ ચૂકી છે. મંગળવારે રાત્રે રમાયેલી એક મેચમાં (SRH vs RR) રાજસ્થાન રૉયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 61 રને હાર આપીને પૉઇન્ટ ટેબલમાં જબરદસ્ત રીતે કુદકો માર્યો. સંજૂ સેમસનની આ વખતની ટીમ ટૉપ પર પહોંચી ગઇ છે. 


આઇપીએલ પૉઇન્ટ ટેબલની વાત કરીએ તો ટીમોએ એક એક મેચ જીતી છે, અને તમામને બે-બે પૉઇન્ટ છે. પરંતુ રન રેટના કારણે યુવા કેપ્ટન સંજૂ સેમસનની રાજસ્થાન રૉયલ્સની ટીમ ટૉપ પર છે. તેનો રનરેટ +3.050 છે.


જ્યારે યુવા કેપ્ટન ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સ (+0.914) બીજા નંબર પર, મયંક અગ્રવાલની પંજાબ કિગ્સ (+0.697) ત્રીજા નંબર પર, શ્રેયસ અય્યરની કોલકત્તા નાઇટ રાઇડર્સ (+0.639) ચોથા નંબર પર અને હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ (+0.286)ની ટીમ પાંચમા સ્થાન પર છે. આ તમામ ટીમોની રનરેટ પ્લસમાં છે.  


પરંતુ ખાસ વાત છે કે, આઇપીએલની શરૂઆતની મેચમાં દિગ્ગજોથી ભરેલી ટીમોને હારનો સામનો કરવો પડ્યો છે, જેમાં ધોનીની સીએસકે, કોહલીની આરસીબી અને રોહિત શર્માની આગેવાની વાળી મુંબઇ ટૉપ 5માંથી બહાર નીકળી ગઇ છે.


આ પણ વાંચો........ 


Ministry of Agriculture Recruitment 2022: કૃષિ અને ખેડૂત મંત્રાલયમાં નીકળી ભરતી, મહત્તમ વયમર્યાદા છે 56


Chaitr navrati 2022: હિન્દુ નવવર્ષ શરૂ થતાંની સાથે 9 ગ્રહોનું થશે રાશિ પરિવર્તન, સર્જાશે આ દુર્લભ યોગ, કેવી ઘટનાના આપે છે સંકેત


રશિયા યૂક્રેનના કીવ-ચર્નિહીવમાંથી સેના ઓછી કરશે, જાણો શું છે યૂક્રેનનો નવો શાંતિ પ્રસ્તાવ


આ ડાયટ રૂટીન ક્યારેય ન અપનાવો થઇ શકે છે સ્વાસ્થ્યને ભારે નુકસાન, જાણો શું છે એક્સ્પર્ટનો મત


Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1233 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 15 હજારની નીચે