Amit Mishra on MS Dhoni: IPLમાં રવિવારે રાત્રે થયેલી ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમ આમને સામને હતી. આ મેચમાં ચેન્નાઈના કેપ્ટન ધોનીએ 8 બોલમાં 21 રનની નાની પણ વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આ ઈનિંગ પહેલાં ધોની ડ્રેસિંગ રુમમાં બેસીને બેટ ચાવતો જોવા મળ્યો હતો. જો કે, આ પહેલી વખત નથી બન્યુ જ્યારે ધોની બેટ ચાવતાં નજરે પડ્યો હોય. આ પહેલાં પણ ધોની આવું કરતાં જોવા મળ્યો છે. હવે અમિત મિશ્રાએ ધોનીની આ આદત પાછળનું કારણ બતાવ્યું છે.
અમિત મિશ્રાએ કહ્યું કે, ધોની પોતાના બેટને સ્વચ્છ રાખવાનું પસંદ કરે છે એટલા માટે ધોની આવું કરે છે. અમિતે એક ટ્વીટમાં લખ્યું કે, "જો તમે એ વાતને લઈને આશ્ચર્યમાં છો કે ધોની અવારનવાર પોતાનું બેટ કેમ ચાવે છે, તો એવું એટલા માટે છે કે, કારણ કે તેને પોતાનું બેટ સાફ રાખવાનું પસંદ છે. તે પોતાના બેટની ટેપ હટાવવા માટે આવું કરે છે. તમે ક્યારેય ધોનીના બેટમાંથી ટેપ કે દોરી નીકળતાં નહી જોઈ હોય."
આ સીઝનમાં પોતાના જીના રંગમાં છે ધોનીઃ
IPL 2022 માં ચેન્નાઈ સુપર કિંગ્સ ભલે સારું પ્રદર્શન નથી કરી શકી પરંતુ ટીમના કેપ્ટન એમએસ ધોની પોતાના જુના રંગમાં જરુર નજરે પડ્યો છે. લગભગ દરેક મેચમાં તેમના બેટથી સારા શોટ્સ નીકળ્યા છે. આ સીઝનમાં ધોનીએ રમેલી 10 મેચોમાંથી 5 મેચમાં અણનમ રહ્યો છે અને કુલ 163 રન બનાવ્યા છે. આ દરમિયાન ધોનીના બેટથી એવરેજ 32.60 રન અને બન્યા છે અને 139.31 રનની સ્ટ્રાઈક રેટ રહી છે. આ સીઝનમાં ધોનીએ 16 ચોક્કા અને 7 સિક્સર ફટકારી છે.