Ashish Nehra Coach Gujarat Titans IPL 2022 Final: ગુજરાત ટાઇટન્સના કોચ આશિષ નેહરાએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેમણે એવું કર્યું જે આજ સુધી કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો. આશિષ નેહરા કોચ તરીકે IPL ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયા છે. નેહરા ગુજરાતના કોચ છે અને ટીમની કપ્તાની હાર્દિક પંડ્યા પાસે છે. પંડ્યા અને નેહરાની જોડીએ ડેબ્યૂ સિઝનમાં જ ગુજરાતને જીત અપાવી હતી.


ત્રણ ટીમોના કોચ ભારતીય હતાઃ
IPLની આ સિઝનમાં ત્રણ ટીમોના કોચ ભારતીય હતા. નેહરા ઉપરાંત સંજય બાંગર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના મુખ્ય કોચ હતા. જ્યારે પંજાબ કિંગ્સ અનિલ કુંબલેના કોચિંગ હેઠળ રમી રહી હતી. નેહરાની કોચિંગ ટીમ ગુજરાત ટાઈટન્સ આ સિઝનના પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ગુજરાતે 14 મેચ રમી અને 10માં જીત મેળવી હતી. જ્યારે RCB ચોથા ક્રમે રહી હતી. આરસીબીનું પ્રદર્શન પણ સારું રહ્યું હતું. જો કે, તે બીજા ક્વોલિફાયરમાં હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી. આ સાથે કુંબલેની પંજાબ કિંગ્સ છઠ્ઠા ક્રમે રહી હતી.


ગુજરાતનું ઓલરાઉન્ડર પ્રદર્શનઃ
IPL 2022માં ગુજરાતના ઘણા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પંડ્યાએ આ સિઝનની 15 મેચમાં 487 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 અડધી સદી ફટકારી હતી. પંડ્યાએ 8 વિકેટ પણ ઝડપી હતી. જ્યારે શુભમન ગિલે 16 મેચમાં 483 રન બનાવ્યા હતા. શુભમને 4 અડધી સદી પણ ફટકારી હતી. ડેવિડ મિલર પણ તેના રંગમાં દેખાયો હતો. તેણે 16 મેચમાં 481 રન બનાવ્યા હતા. ગુજરાત માટે મોહમ્મદ શમીએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 20 વિકેટ પોતાના નામે કરી હતી.


આ પણ વાંચોઃ


ગાંધીનગરઃ ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓએ CM ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી, જાણો શું ભેટ આપી