IPL 2022, ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની આજે ફાઇનલ મેચ રમાશે. એકબાજુ સંજુ સેમસનની રાજસ્થાન રૉયલ્સની ટીમ છે તો બીજીબાજુ હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સની ટીમ છે. બન્ને ટીમો આજે સાંજે અમદાવાદના નરેન્દ્રો મોદી સ્ટેડિયમમાં ખિતાબી જંગ માટે ટકરાશે. પરંતુ આ પહેલા અહીં એક ગ્રાન્ડ સમાપન સમારોહ યોજાશે. જેમાં દેશ અને દુનિયાના સેલેબ્સ અને દિગ્ગજો હાજરી આપશે. આમાં ખાસ નામ છે બૉલીવુડ સેલેબ્સ એ આર રહેમાનનુ. એ આર રહેમાન આજના આ મ્યૂઝિક પ્રૉગ્રામમાં પોતાનુ પરફોર્મન્સ કરશે. 


IPL: ક્લૉઝિંગ સેરેમનીમાં બૉલીવુડ સ્ટાર્સ બિખેરશે જલવો, જાણો રંગા-રંગ કાર્યક્રમ વિશે........
આજે આઇપીએલ 2022ની ફાઇનલ મેચ પહેલા સમાપન સમારોહ (IPL 2022 Closing Ceremony)નુ આયોજન થશે. આમાં એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) અને સંગીતકાર એઆર રહેમાન (AR Rahman) ઉપરાંત ક્રિકેટ જગતની કેટલીય હસ્તીઓ અને આઇસીસીના અધિકારીઓ હાજરી આપશે. આમાં કહેવાઇ રહ્યું છે કે એ આર રહેમાનની સાથે બૉલીવુડ એક્ટર અને એક્ટ્રેસીસ ગરબા ગાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ફાઇનલ મેચ જોવા પહોંચી શકે છે. 






2018માં થયુ હતુ આયોજન 
આઇપીએલમાં લગભગ 4 વર્ષના લાંબા ઇન્તજાર બાદ ક્લૉઝિંગ સેરેમની જોવા મળશે. આ મેચ શરૂ થયાના 50 મિનીટ પહેલા આયોજિત કવરામાં આવશે. આ પછી 8 વાગ્યાથી મેચ શરૂ થશેો. આયોજન દરમિયાન બીસીસીઆઇ ભારતીય સ્વતંત્રતાના 75 વર્ષના જશ્નને બહુજ અનોખી રીતે મનાવશે. કોરોના મહામારીના કારણે છેલ્લા ચાર વર્ષથી આઇપીએલનો આવો કોઇ કાર્યક્રમ નથી થયો. આ પહેલા છેલ્લીવાર વર્ષ 2018માં IPL ક્લૉઝિંગ સેરેમની આયોજિત થઇ હતી. 


ક્રિકેટ યાત્રાને બતાવવામાં આવશે -
અમદાવાદમાં લીગની 15મી સિઝનની ફાઇનલના ઠીક પહેલા આઇપીએલનુ સમાપન સમારોહ આયોજિત કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,ક્લૉઝિસ સેરેમની 45 મિનીટની હશે. આના આયોજન માટે બોર્ડે એક એજન્સીને જવાબદારી સોંપી છે. સમાપન સમારોહ દરમિયાન ભારતીય ક્રિકેટની યાત્રાને પણ પ્રદર્શિત કરવામાં આવશે. આ દરમિયાન આમિર ખાનની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાનુ ટ્રેલર પણ લૉન્ચ થશે. આવુ પહેલીવાર બનશે જ્યારે ભારતીય ટેલિવિઝન પર ક્રિકેટ મેચ દરમિયાન કોઇ ફિલ્મનુ ટ્રેલર લૉન્ચ કરવામાં આવશે. 


ટીમની વાતો....... 
ફાઈનલ મેચ આજે 29 મેના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. એવામાં રાજસ્થાનના જોસ બટલરે સદી ફટકારી ટીમને ફાઈનલમાં પહોંચાડી દીધી છે. બીજી બાજુ, ગુજરાત ટાઈટન્સની વાત કરીએ તો ટીમે ક્વોલિફાયર-1 પછી રેસ્ટ કર્યો છે. અત્યારે પ્રેક્ટિસ સેશનમાં આશિષ નેહરાએ બોલિંગ યુનિટને ગેમ પ્લાન પ્રમાણે પ્રેક્ટિસ કરાવી છે, જ્યારે બેટિંગમાં ગિલ, વેડ અને મિલરે પિચના બાઉન્સને પારખવાથી લઈ કંડિશનમાં રમવાની બેટિંગ પ્રેક્ટિસ પણ કરી છે.