IPL 2022 Ticket booking: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 હવે ધીમે ધીમે સમાપ્તિ તરફ આગળ વધી રહી છે. ગૃપ સ્ટેજ મેચો 21 એ ખતમ થઇ જશે. આ પછી પ્લેઓફની મેચો શરૂ થશે. આ મેચો કોલકત્તાના ઇડન ગાર્ડનમાં રમાશે, ઇડન ગાર્ડનમાં ક્વૉલિફાયર 1 અને એલિમીનેટર મેચ રમાશે. આ માટે ટિકીટોનું વેચાણ શરૂ થઇ ચૂક્યુ છે. આ સમાચાર અમે તમને ટિકીટની કિંમત અને આને કઇ રીતે બુક કરવી તેના વિશે બતાવવા જઇ રહ્યાં છીએ.
ક્વૉલિફાયર 1: 24 મે (ઇડન ગાર્ડન સ્ટેડિયમ, કોલકત્તા) એલિમીનેટર : 25 મે (ઇડન ગાર્ડન સ્ટેડિયમ, કોલકત્તા)
આઇપીએલ 2022 ની ક્વૉલિફાયર 1 કોલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં 24 મે રમાશે. પૉઇન્ટ ટેબલમાં પહેલા અને બીજા નંબર પર પહોંચનારી ટીમો આ દરમિયાન આમને સામને ટકરાશે. ક્વૉલિફાયર 1 જીતનારી ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે, વળી, પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબર અને ચોથા નંબરની ટીમ 25 મેએ ટકરાશે. એલિમીનેટર જીતનારી ટીમનો સામનો ક્વૉલિફાયર 1 હારનારી ટીમ સામે થશે. જે પણ ટીમ આ મેચમાં (ક્વૉલિફાયર 2)ને જીતશે તે ફાઇનલમાં ક્વૉલિફાયર 1 ની વિજેતા ટીમ સામે ટકરાશે. જોકે, ક્વૉલિફાયર 2 અને ફાઇનલ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ઇડન ગાર્ડનમાં રમાનારી મેચોની ટિકીટ કઇ રીતે બુક કરવી -ઇડન ગાર્ડનમાં ક્વૉલિફાયર 1 અને એલિમીનેટર રમાશે. અહીં અલગ અલગ સ્ટેન્ડની ટિકીટની કિંમત અલગ અલગ છે. ટિકીટની શરૂઆત 800 રૂપિયાથી લઇને 3 હજાર રૂપિયા સુધીની છે. ટિકીટને 5 કેટેગરીમાં વહેંચવામાં આવી છે. 800 રૂપિયા, 1000 રૂપિયા, 1500 રૂપિયા, 2000 રૂપિયા અને 3000 રૂપિયા.
કઇ રીતે કરશો ટિકીટનુ બુકિંગ -
ટિકીટ બુકિંગ માટે સૌથી પહેલા બુક માય શૉમાં પર જાઓ.અહીં સ્પોર્ટ્સ કેટેગરી પર ક્લિક કરો.અહીં ક્વૉલિફાયર 1 અને એલિમીનેટરનો ઓપ્શન દેખાશે. તમે જે મેચને જોવા માંગો છો, તેને સિલેક્ટ કરી લો.તમારે પહેલા મોબાઇલ નંબર / ઇમેલ દ્વારા વેરિફાય કરવુ પડશે. નીચે તમને BOOK લખેલુ દેખાશે, તેના પર ક્લિક કરો. તમારે કેટલી ટિકીટ બુક કરવી છે, તે સંખ્યા નોંધો.આ પછી જે કિંમતની ટિકીટ તમારે બુક કરવી છે, તેને સિલેક્ટ કરો.