નવી દિલ્હીઃ ધ એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ASCI)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) માંથી એક પ્રમૉશનલ એડને હટાવવાનુ કહ્યું છે. આ જાહેરખબરમાં મહેન્દ્ર સિંહ ધોની દેખાઇ રહ્યો છે. કાઉન્સિલે રૉડ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનની ફરિયાદ બાદ આ ફેંસલો કર્યો છે. આ ફરિયાદમાં કહેવામા આવ્યુ છે કે આ જાહેરખબર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને પ્રોત્સાહન આપે છે.
ફરિયાદ અનુસાર, કન્ઝ્યૂમર યૂનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટીએ (CUTS) આ જાહેરાત વિરુદ્ધ કેસ કર્યો. આ જાહેરખબરમાં ધોનીને એક બસ ડ્રાઇવર તરીકે બતાવવામાં આવ્યો છે. તે એક વ્યસ્ત રસ્તાની વચ્ચોવચ બસ રોકી દે છે. આ જાહેરખબરમાં બતાવવામાં આવ્યુ છે કે એક પોલીસકર્મી ત્યાં આવે છે, તો ધોનીને સવાલ પુછે છે તો જવાબ મળે છે, આઇપીએલની સુપર ઓવર જોઇ રહ્યો છું. ટ્રાફિક પોલીસકર્મી આઇપીએલ દરમિયાન આને સામાન્ય માને છે, અને ચાલ્યો જાય છે.
ASCI એ ફરિયાદ પર ધ્યાનમાં લેવાનો ફેંસલો કર્યો છે. આની સાથે જ કન્ઝ્યૂમર કમ્પલેન્ટ કમિટી (CCC) સભ્યોએ આ જાહેરખબર બનાવનારી કંપનીના પ્રતિનિધિઓની સાથે બેઠકીને આ જાહેરખબર જોઇ. ASCI એ માન્યુ કે આ જાહેરખબરના નિયમોનુ ઉલ્લંઘન છે. કંપનીને એ નિર્દેશ આપવામાં આવ્યો છે કે તે 20 એપ્રિલ સુધી, આ જાહેરખબરને હટાવી દે, કે પછી આમાં ફેરફાર કરી દે. કંપનીએ એ સ્વીકાર કરી લીધુ છે અને લેખિતમાં આશ્વાસન આપ્યુ છે કે તે જાહેરખબરને હટાવી દેશે.
ધોનીનો આ વીડિયો બહુજ જલ્દી સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોની સાથે કેપ્શનમાં કહેવામાં આવ્યુ હતુ- જ્યારે વાત આઇપીએલની હોય તો ફેન્સ મેચ ફેન્સ મેચ જોવા માટે કોઇપણ હદ સુધી જઇ શકે છે. કેમ કે #YehAbNormalHai!, આ નવી સિઝનથી તમારે શુ આશા છે'