LSG Vs DC, ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે બે ભવિષ્યના કેપ્ટનો વચ્ચે જંગ જામશે, બન્નેની રણનીતિને માપવામાં આવશે, કેમ કે આજે એકબાજુ કેએલ રાહુલની લખનઉ સુપર જાયન્ટ્સ છે, તો બીજીબાજુ ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સની ટીમ છે. બન્ને ટીમો દમદાર ખેલાડીઓથી ભરેલી છે, આજનો મુકાબલો એકદમ રોમાંચક રહેવાના પુરેપુરા આસાર છે. જાણો આજે કેવી હોઇ શકે છે બન્નેની પ્લેઇંગ ઇલેવન....... 


શું છે બન્નેની હાલની સ્થિતિ - 
ઇન્ડિયન પ્રીમિયર લીગના હાલના પૉઇન્ટ ટેબલ પર નજર કરીએ તો, લખનઉ સુપર જાયન્ટ્સ નંબર 5 પર છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ નંબર 7 પર ટકેલી છે. લખનઉ સુપર જાયન્ટ્સે કેએલ રાહુલની આગેવાની હેઠળ અત્યાર સુધી 3 મેચો રમી છે જેમાં 2માં જીત અને 1માં હાર સાથે 4 પૉઇન્ટ પર છે. જ્યારે ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સે આ સિઝનમાં 2 મેચો રમી છે જેમાં 1માં જીત અને 1માં હારનો સામનો કરવો પડ્યો છે, આમ દિલ્હીને 2 પૉઇન્ટ છે. 


બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 


લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ -
કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કૉક (વિકેટકીપર), એવિન લૂઇસ, મનીષ પાંડે, દીપક હૂડ્ડા, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, જેસન હૉલ્ડર, આવેશ ખાન, રવિ બિશ્નોઇ, એન્ડ્ર્યૂ ટાઇ. 


દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
પૃથ્વી શૉ, ડેવિડ વૉર્નર, યશ ધુલ, ઋષભ પંત (કેપ્ટન-વિકેટકીપર), રૉવમેન પૉવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, એનરિક નોર્ટ્જે, મુસ્તફિઝૂર રહેમાન.


આ પણ વાંચો...... 


CNG Rate Increased: હવે અદાણીએ CNGના ભાવમાં કર્યો વધારો, કિલોએ કેટલા રૂપિયા વધાર્યા?


ભૂલી ગયા છો EPFનો UAN પાસવર્ડ તો ના થાવ પરેશાન, થોડી મિનિટોમાં આ રીતે જનરેટ કરો નવો પાસવર્ડ


Explained: કોરોનાનું XE પ્રકાર શું છે, તે કેટલું જોખમી છે અને તેના લક્ષણો શું છે


Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1033 નવા કેસ નોંધાયા, 43 સંક્રમિતોના મોત


કમિન્સની મુંબઈ ઈન્ડિયન્સનાં છોતરાં ફાડતી બેટિંગથી ખુશ શાહરૂખ ખાને શું લખ્યું ? કેવાં બન્યાં મીમ્સ ?