Chandrakant Pandit KKR New Head Coach: IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને નવા હેડ કોચ મળ્યા છે. KKRના માલિક શાહરૂખ ખાને આની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, ચંદ્રકાંત પંડિત કોલકાતા નાઈટ રાઈડર્સના નવા કોચનું પદ સંભાળશે. ચંદ્રકાંત પંડિત પહેલાં, KKRના મુખ્ય કોચ તરીકે ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી બ્રેંડન મૈક્કુલમ કાર્યરત હતો. પરંતુ હવે તે ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કોચ બની ગયો છે. મૈક્કુલમ ઈંગ્લેન્ડની ટીમનો કોચ બન્યો ત્યારથી KKR નવા કોચની શોધમાં હતું.


કોચિંગમાં ચંદ્રકાંત પંડિતની કારકિર્દી શાનદાર રહીઃ


પંડિતની કોચિંગમાં ખૂબ જ સફળ કારકિર્દી રહી છે. તેમના કોચિંગ હેઠળ અલગ-અલગ ટીમોએ રણજી ટ્રોફી પર કબ્જો જમાવ્યો છે. તેમના કોચિંગ હેઠળ, મુંબઈએ વર્ષ 2003, 2004, 2016માં રણજી ટ્રોફી, 2018, 2019માં વિદર્ભ અને આ વર્ષે 2022માં મધ્યપ્રદેશે રણજી ટ્રોફી જીતી છે. આજે KKRના મુખ્ય કોચની જાહેરાત કરતાં આ ફ્રેન્ચાઈઝીના સીઈઓ વેંકી મૈસૂરે કહ્યું કે, અમે ખૂબ જ ખુશ છીએ કે, ચંદુ આઈપીએલની આગામી સિઝનથી અમારી ટીમનું નેતૃત્વ કરશે.






KKR સાથેની સફર રોમાંચક રહેશેઃ


ચંદ્રકાંત પંડિતનો સ્થાનિક ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ છે. હવે તે કોચ તરીકે શ્રેયસ અય્યરની કેકેઆર ટીમને સંભાળશે. KKRના કોચ તરીકે નિયુક્ત થવા પર પંડિતે કહ્યું કે, "આ જવાબદારી સોંપવી એ એક મહાન સન્માન અને સૌભાગ્યની વાત છે. મેં નાઈટ રાઈડર્સ સાથે સંકળાયેલા ખેલાડીઓ અને અન્ય લોકો પાસેથી ટીમની કૌટુંબિક સંસ્કૃતિ તેમજ સફળતાની પરંપરા વિશે સાંભળ્યું છે. હું સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓની ગુણવત્તાને લઈને ઉત્સાહિત છું જેઓ સેટઅપનો એક ભાગ છે અને હું આ તકની તમામ નમ્રતા અને સકારાત્મક અપેક્ષાઓ સાથે રાહ જોઉં છું."


આ પણ વાંચોઃ


Amreli : વાડી વિસ્તારમાં 2 ખેતમજૂરે વિજશોક મૂકી સિંહને મોતને ઘાટ ઉતાર્યો


Free Doorstep Banking Facility By SBI: આ લોકોને ઘરે જ મળશે SBI તમામ બેન્કિંગ સેવા, બેંકિંગ સંબંધિત સુવિધા મફતમાં મળશે


AAP Party Campaign: હવે અરવિંદ કેજરીવાલની નજર PMની ખુરશી પર, ટૂંક સમયમાં લોન્ચ કરશે આ કેમ્પેઈન