Chennai Super Kings vs Mumbai Indians: IPL 2022ની 59મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ સામે થઈ રહ્યો છે. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
IPLની 15મી સિઝનમાં, ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધી 11 મેચમાં માત્ર 4 જીત નોંધાવી છે અને તે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. આ સાથે, મુંબઈ ઈન્ડિયન્સે 11માંથી માત્ર 2 મેચ જ જીતી છે અને તે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને યથાવત છે.
ટોસ જીત્યા બાદ વાત કરતાં રોહિત શર્માએ કહ્યું કે, અમે પહેલાં બોલિંગ કરીશું. મેદાનની પરિસ્થિતિ જેવી છે, તે અમારી ટીમને પણ અનુકૂળ છે. ટીમ વિશે વાત કરતાં તેણે કહ્યું કે, ભવિષ્યને ધ્યાનમાં રાખીને અમે પોલાર્ડની જગ્યાએ ટ્રીસ્ટન સ્ટબ્સને સામેલ કર્યા છે. અમે તેની સાથે તેના વિશે વાત કરી અને તે તેના માટે તૈયાર હતો. અમે આ મેચ જીતવાનો પ્રયાસ કરીશું.
સાથે જ ધોનીએ ટોસ હાર્યા બાદ કહ્યું કે પહેલા બેટિંગ કરવી હંમેશા અમારી ટીમ માટે ફાયદાકારક રહી છે. અમે એક ટીમ તરીકે રમી રહ્યા છીએ. જાડેજા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, તેના જેવું કોઈ નથી. અમે જાડેજાને બદલવાનું નથી વિચારી રહ્યા. તેણે વધુમાં કહ્યું કે, જ્યારે બધું દાવ પર હોય ત્યારે તમારે હોમવર્ક કરવાની જરૂર હોય છે. પછી સામે ભલેને કોઈ પણ ટીમ કેમના હોય.
MIની પ્લેઈંગ ઈલેવનઃ
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, તિલક વર્મા, ટ્રીસ્ટન સ્ટબ્સ, રમનદીપ સિંહ, ટિમ ડેવિડ, ડેનિયલ સેમ્સ, કુમાર કાર્તિકેય, ઋતિક શોકીન, જસપ્રિત બુમરાહ, રિલે મેરેડિથ.
CSKની પ્લેઈંગ ઈલેવનઃ
રુતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, મોઈન અલી, શિવમ દુબે, એમએસ ધોની (w/c), ડ્વેન બ્રાવો, મહેશ તીક્ષ્ના, સિમરજીત સિંહ, મુકેશ ચૌધરી.