Chennai Super Kings vs Gujarat Titans: ઇન્ડિયન પ્રિમિયર લીગમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ગુજરાતે શાનદાર પ્રદર્શન કર્યું છે અને પ્લે ઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઇ છે. ગુજરાતની ટીમે અત્યાર સુધીમાં 12 મેચ રમી છે અને 9 મેચ જીતી છે. પોઈન્ટ ટેબલમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. જ્યારે ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે. તેણે 12 મેચ રમીને તેણે માત્ર 4 મેચ જીતી છે. ચેન્નઇ અગાઉથી પ્લે ઓફમાંથી બહાર ફેંકાઇ ગયુ છે ત્યારે ચેન્નઇ માટે આજની મેચ ઔપચારિક રહેશે. આજની મેચમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે.
ચેન્નઇ માટે આ સિઝન સારી રહી નથી. ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈ ગુજરાત સામે રમાનાર મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. ચેન્નઇ મહેશ તિક્ષણા અને પ્રશાંત સોલંકીમાંથી કોઇ એકને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપી શકે છે. બીજી તરફ મુકેશ ચૌધરીના સ્થાને રાજવર્ધન હૈંગરગેકર અથવા કેએમ આસિફને પણ તક આપવામાં આવી શકે છે.
ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડી યશ દયાલે આ સિઝનમાં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. આથી હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપવાળી ટીમ તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપી શકે છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. અહીંની પીચ આજે બેટ્સમેનો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.
ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રિદ્ધિમાન સહા, શુભમન ગિલ, મૈથ્યૂ વેડ, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, સાઇ કિશોર, અલ્ઝારી જોસેફ, યશ દયાલ, મોહમ્મદ શમી
ચેન્નઇ સુપરકિંગ્સ સંભવિત પ્લેઇંગ ઇલેવન
ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કૉનવે, રોબિન ઉથપ્પા, મોઇન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, એમએસ ધોની, ડ્વેન બ્રાવો, સિમરજીત સિંહ, મહેશ તિક્ષણા/ પ્રશાંત સોલંકી, મુકેશ ચૌધરી/ રાજવર્ધન હૈંગરગેકર/ કેએમ આસિફ.
Andrew Symonds Death: બિગ બોસ 5નો હિસ્સો રહી ચુક્યો છે સાયમન્ડ્સ, સની લિયોની સાથે હતી મિત્રતા