DC vs CSK Head To Head In IPL: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે બુધવારે એક મહત્વની મેચ રમાશે, આજે 55મી લીગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટક્કર દિલ્હી કેપિટલ્સ સામે થવાની છે. આજે બન્ને ટીમો ચેન્નાઈના એમએ ચિદમ્બરમ - ચેપૉક સ્ટેડિયમમાં આમને સામને ટકરાશે. આ મેચ સાંજ 7.30 વાગ્યાથી શરૂ થઇ જશે. ખાસ વાત છે કે આ બન્ને ટીમો આ સિઝનમાં પ્રથમ વાર આમને સામને ટકરાશે. જાણો અહીં કઇ ટીમે કોના પર પડી છે ભારે..... 


ચેન્નાઇ વિરુદ્ધ દિલ્હી હેડ ટૂ હેડ રેકોર્ડ  
આઈપીએલમાં અત્યાર સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હીની ટીમ કુલ 27 વાર આમને-સામને આવી ચૂકી છે. આ મેચોમાં ચેન્નાઈએ 17 વાર જીત મેળવી છે, જ્યારે દિલ્હીએ 10 મેચ જીતી છે. બંનેના હેડ-ટૂ-હેડના આંકડાઓ સ્પષ્ટ થાય છે કે IPLમાં હંમેશા માટે દિલ્હી પર ચેન્નાઈ સુપર કિંગ્સ ભારે પડી છે. 


આજે બંને વચ્ચે રમાનારી મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. અહીં બંને ટીમો અત્યાર સુધીમાં કુલ 8 આમને સામને ટકરાયા છે. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 6 મેચોમાં બાજી મારી છે, તો વળી, દિલ્હી કેપિટલ્સની ટીમ માત્ર 2 મેચો જીતવામાં જ સફળ રહી છે. હૉમ ગ્રાઉન્ડ પર પણ ચેન્નાઈ આઈપીએલ જીતવામાં દિલ્હી કરતા ઘણી આગળ છે.


અત્યાર સુધી આઇપીએલ 2023માં આવી રહી છે બન્ને ટીમોની સ્થિતિ  
અત્યાર સુધી IPL 2023માં એકબાજુ ચેન્નાઈ સુપર કિંગ્સ શાનદાર ફોર્મમાં જોવા મળી છે, તો વળી, દિલ્હી અત્યારે ખરાબ ફોર્મનો સામનો કરી રહી છે. ચેન્નાઈએ ટૂર્નામેન્ટમાં 11 મેચ રમી છે, તો દિલ્હીએ 10 મેચ રમી છે. ચેન્નાઈ 6થી જીત મેળવીને પૉઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. તો દિલ્હી કેપિટલ્સ માત્ર 4 જીત સાથે પૉઈન્ટ ટેબલમાં સૌથી નીચે એટલે કે 10માં સ્થાન પર છે.


આ મેચ જીતીને ચેન્નાઈ પ્લેઓફ તરફ વધુ એક પગલું ભરવા માંગશે, વળી, દિલ્હી આ મેચ જીતીને પ્લેઓફમાં ક્વૉલિફાય થવાની પોતાની આશા જીવંત રાખવા પ્રયાસ કરશે. જો દિલ્હી આ મેચ હારી જશે તો ટીમ માટે પ્લેઓફ માટે ક્વોલિફાય થવું લગભગ અશક્ય બની જશે.


 


બન્ને ટીમો વચ્ચે આવી હશે બેસ્ટ પ્લેઇંગ ઇલેવન - 


ચેન્નાઇ સુપર કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન - (પહેલા બેટિંગ) 
ઋતુરાજ ગાયકવાડ, ડેવૉન કૉનવે, અજિંક્યે રહાણે, મોઇન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન, વિકેટકીપર), અંબાતી રાયુડુ, મથીશા પથિરાના, તુષાર દેશપાન્ડે, મહીશ તીક્ષ્ણા. 









ઋતુરાજ ગાયકવાડ, ડેવૉન કૉનવે, અજિંક્યે રહાણે, મોઇન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન, વિકેટકીપર), દીપક ચાહર, મથીશા પથિરાના, તુષાર દેશપાન્ડે, મહીશ તીક્ષ્ણા. 


ઇમ્પેક્ટ પ્લેયર્સ - અંબાતી રાયુડુ, દીપક ચાહર, મિશેલ સેન્ટનર, નિશાન્ત સિન્ધુ. 


દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન  - (પહેલા બેટિંગ) 
ડેવિડ વૉર્નર (કેપ્ટન), ફિલિપ સૉલ્ટ (વિકેટકીપર), મિશેલ માર્શ, રિલે રુસો, મનીષ પાન્ડે, અમન હકીમ ખાન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઇશાન્ત શર્મા, ખલીલ અહેમદ. 


દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન  - (પહેલા બૉલિંગ) 
ડેવિડ વૉર્નર (કેપ્ટન), ફિલિપ સૉલ્ટ (વિકેટકીપર), મિશેલ માર્શ, રિલે રુસો, મનીષ પાન્ડે, લલિત યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઇશાન્ત શર્મા, ખલીલ અહેમદ. 


ઇમ્પેક્ટ પ્લેયર્સ - લલિત યાદવ, અમન હકીમ ખાન, અભિષેક પૂરલ, પ્રિયમ ગર્ગ, સરફરાજ ખાન.