ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન અને ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા આજે સનરાઈઝર્સ હૈદરાબાદ માટે મેચ રમવા ઉતર્યો ત્યારે જ તેણે પોતાના નામે એક રેકોર્ડ બનાવી લીધો છે. આજની મેચમાં રમવાથી જાડેજાનો સમાવેશ ધોની અને સુરેશ રૈનાની યાદીમાં થયો છે.
આજની CSK vs SRHની મેચ રમીને રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પોતાની 150મી મેચ રમી છે. 150 જેટલી મેચ રમનાર જાડેજા ત્રીજો ખેલાડી બન્યો છે. આજની મેચમાં રમવાથી જાડેજાનો સમાવેશ ધોની અને સુરેશ રૈનાની યાદીમાં થયો છે. જાડેજાએ ચેન્નાઈ માટે 150 મેચ રમી છે જેમાં તેણે 1523 રન કર્યા છે, 110 વિકેટ લધી છે અને 69 કેચ ઝડપ્યા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ મેચ રમનાર ખેલાડીઓની યાદી જોઈએ તો, આઈપીએલની અત્યાર સુધીની સીઝનમાં ધોનીએ ચેન્નાઈ માટે સૌથી વધુ 217 મેચ રમી છે. ત્યાર બાદ સુરેશ રૈનાએ 200 મેચ, રવિન્દ્ર જાડેજાએ 150 મેચ, ડીજે બ્રાવોએ 123 મેચ અને આર. અશ્વિને 121 મેચ રમી છે.
આજની મેચમાં ચેન્નાઈનું પ્રદર્શનઃ
ટોસ હાર્યા પછી બેટિંગ કરવાનું પસંદ કરતા, ચેન્નાઈએ સારી શરૂઆત કરી હતી. હૈદરાબાદની સારી બોલિંગને કારણે ચેન્નાઈએ પાવરપ્લેમાં જ તેમના ઓપનરો ગુમાવ્યા અને માત્ર 41 રન જ કર્યા હતા. આ પછી અંબાતી રાયડુ અને મોઈન અલીએ ઇનિંગ્સને સંભાળી હતી.
દરમિયાન, બંને બેટ્સમેનોએ કેટલાક શાનદાર શોટ રમ્યા હતા, પરંતુ સુંદરને રાયડુ (27) માર્કરામના હાથે કેચ આઉટ કરાવ્યો હતો, જેના કારણે રાયડુ અને મોઇન વચ્ચે 50 બોલમાં 62 રનની ભાગીદારીનો અંત આવ્યો હતો. ચેન્નાઈએ 13.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 98 રન બનાવ્યા હતા. પરંતુ મોઈન 35 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 48 રન બનાવીને માર્કરામનો શિકાર બન્યો હતો. આ સાથે જ શિવમ દુબે (3) નટરાજનના બોલ પર આઉટ થયો હતો. CSKના બેટ્સમેનો બોલરોની સામે શ્રેષ્ઠ સાબિત નહોતા થઈ શક્યા કારણ કે એમએસ ધોની (3) પણ જેન્સન દ્વારા 17.3 ઓવરમાં આઉટ થયો હતો. આ પછી કેપ્ટન રવિન્દ્ર જાડેજા (23) ભુવનેશ્વરની બોલ પર વિલિયમસનના હાથે કેચ આઉટ થયો હતો. તે જ સમયે, ડ્વેન બ્રાવો (8) ક્રિસ જોર્ડન (6) અણનમ રહ્યા હતા. આ સાથે જ ચેન્નાઈ 20 ઓવરમાં 7 વિકેટે 154 રન બનાવ્યા હતા.