CSK vs SRH: ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈની કિસ્મત બદલાઈ, હૈદરાબાદને 13 રનથી હરાવ્યું

આજે આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે.

gujarati.abplive.com Last Updated: 01 May 2022 11:07 PM
ચેન્નાઈ સુપર કિંગ્સનો 13 રનથી વિજય

ચેન્નાઈ સુપર કિંગ્સનો 13 રનથી વિજય. સનરાઈઝર્સ હૈદરાબાદના નિકોલસ પુરને 33 બોલમાં 64 રન ફટકારી અણનમ રહ્યો.

8મી ઓવરમાં હૈદરાબાદના શશાંક સિંહ અને વોશિંગટન સુંદર આઉટ

મુકેશ ચૌધરીએ તરખાટ મચાવ્યો. 18મી ઓવરમાં હૈદરાબાદના શશાંક સિંહ અને વોશિંગટન સુંદરને આઉટ કર્યા. હૈદરાબાદને જીત માટે 11 બોલમાં 48 રનની જરુર. 6 વિકેટ પડી

હૈદરાબાદને જીત માટે 24 બોલમાં 68 રનની જરુર, સ્કોર - 135 રન પર 4 વિકેટ

કેન વિલિયમ્સન 47 રન બનાવી આઉટ થયો. હાલ નિકોલસ પુરન અને શશાંક સિંહ રમતમાં. હૈદરાબાદને જીત માટે 24 બોલમાં 68 રનની જરુર છે. સ્કોર - 135 રન પર 4 વિકેટ

હૈદરાબાદનો સ્કોર 6 ઓવરના અંતે 58 રન પર 2 વિકેટ

મુકેશ ચૌધરીએ ચેન્નાઈને છઠ્ઠી ઓવરમાં પહેલી સફળતા અપાવી. ચૌધરીએ અભિષેક શર્માને 39 રન પર આઉટ કર્યો. ત્યાર બાદ બીજા જ બોલ પર રાહુલ ત્રિપાઠીને 0 રન બનાવી આઉટ કર્યો. હાલ હૈદરાબાદનો સ્કોર 6 ઓવરના અંતે 58 રન પર 2 વિકેટ

5 ઓવરના અંતે હૈદરાબાદનો સ્કોર 50 રનને પાર

5 ઓવરના અંતે હૈદરાબાદનો સ્કોર 50 રનને પાર પહોંચ્યો. હાલ ઓપનિંગ બેટ્સમેન વિલિયમ્સન અને અભિષેક શર્મા મેદાન પર. બંને વચ્ચે 53 રનની પાર્ટનરશીપ પુર્ણ થઈ.

ચેન્નાઈએ 20 ઓવરના અંતે 202 રન કર્યા

ચેન્નાઈએ 20 ઓવરના અંતે 202 રન કર્યા. હૈદરાબાદને જીત માટે 203 રનનો ટાર્ગેટ આપ્યો.

ધોની 7 બોલમાં 8 રન બનાવી આઉટ

ધોની 7 બોલમાં 8 રન બનાવી આઉટ. જાડેજા  1 રન અને કોનવે 85 રન બનાવી અણનમ રહ્યા.

ઋતુરાજ ગાયકવાડ સદી ચુક્યો

ઋતુરાજ ગાયકવાડ સદી ચુક્યો. 99 રન બનાવી નટરાજનના બોલ પર કેચ આઉટ થયો. 

ચેન્નાઈનો સ્કોર 16.1 ઓવરના અંતે 167 રન

ચેન્નાઈનો સ્કોર 16.1 ઓવરના અંતે 167 રન પર પહોંચ્યો. હાલ ઋતુરાજ ગાયકવાડ 95 રન અને ડેવોન કોનવે 64 રન સાથે રમતમાં.

ડેવોન કોનવેએ અર્ધશતક પુર્ણ કર્યું

ડેવોન કોનવેએ પણ પોતાનું અર્ધશતક પુર્ણ કર્યું. 39 બોલમાં 50 રન સાતે કોનવે રમતમાં છે. હાલ ચેન્નાઈનો સ્કોર 14.2 ઓવર પર 141 રન છે.

ચેન્નાઈનો સ્કોર 10.5 ઓવરના અંતે 100 રનને પાર

ચેન્નાઈના ઓપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની તોફાની બેટિંગ સાથે ચેન્નાઈનો સ્કોર 10.5 ઓવરના અંતે 100 રનને પાર પહોંચી ગયો છે. હાલ ગાયકવાડ 38 બોલમાં 66 રન અને કોનવે 27 બોલમાંમાં 29 રન સાથે રમતમાં છે.

ચેન્નાઈનો સ્કોર 50 રનને પાર પહોંચ્યો

ચેન્નાઈનો સ્કોર 7.3 ઓવર પર 50 રનને પાર પહોંચ્યો છે. ઓપનિંગ કરવા ઉતરેલા ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે સારી રમત રમી રહ્યા છે. 

સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ ઈલેવનઃ

સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ ઈલેવનઃ અભિષેક શર્મા, કેન વિલિયમ્સન (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ, નિકોલસ પુરન, શશાંક સિંહ, વોશિંગટન સુંદર, માર્કો જાનસેન, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, ઉમરાન મલિક

ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવનઃ

ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવનઃ રોબિન ઉથપ્પા, ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અંબાતી રાયડુ, સિમરજીત સિંહ, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન), મિશેલ સેન્ટનર, પ્રિટોરીયસ, મુકેશ ચૌધરી, મહીષ થીક્ષાના

બ્રેકગ્રાઉન્ડ

આજે આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે. ચેન્નાઈ અને હૈદરાબાદ માટે સિઝનની શરૂઆત સારી રહી નથી હતી. જ્યારે ચેન્નાઈએ સતત ચાર મેચ હારી હતી, જ્યારે હૈદરાબાદ બે મેચ હારી હતી. જોકે, આ પછી હૈદરાબાદ સતત પાંચ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. જ્યારે ચેન્નાઈની ટીમ માત્ર બે જીત સાથે નવમા સ્થાને છે. ચેન્નાઈ અને હૈદરાબાદ વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચોમાં સુપર કિંગ્સનો દબદબો રહ્યો છે. ચેન્નાઈએ ત્રણ મેચ જીતી છે, જ્યારે હૈદરાબાદને માત્ર બે જ જીત મળી છે. જોકે આ સિઝનની પ્રથમ મેચમાં હૈદરાબાદે ચેન્નાઈને આઠ વિકેટે હરાવ્યું હતું. આજે ચેન્નાઈ સુપર કિંગ્સ સીઝનની પહેલી મેચ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં મેચ રમાવ ઉતરી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.