IPL, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સિઝનમાં ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વૉર્નરની ફરી એકવાર તાબડતોડ બેટિંગ જોવા મળી, આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ (DC) માટે રમી રહેલા વૉર્નરે ગુરુવારે જ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ની વિરુદ્ધ તોફાની બેટિંગ કરી, તેને 58 બૉલમાં 92 રનોની અણનમ ઇનિંગ રમીને ટીમેન 21 રનોથી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી. 


મેચમાં વૉર્નરે શાનદાર ઇનિંગ રમી, પરંતુ સોશ્યલ મીડિયા પર સનરાઇઝર્સ હૈદરાબાદની માલકીન કાવ્યા મારન ટ્રૉલ થઇ રહી છે, યૂઝર્સે તેને જબરદસ્ત રીતે ખરીખોટી સંભળાવી છે. એક તે એટલે સુધી કહી દીધુ કે હવે કાવ્યાને આખી રાત ખરાબ સપના આવતા રહેશે.  


ખરેખરમાં, વૉર્નર ગઇ આઇપીએલ સિઝન સુધી સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમી રહ્યો હતો, તેને પોતાની કેપ્ટનમાં હૈદરાબાદ ટીમને 2016માં ખિતાબ પણ જીતાડ્યો હતો. ગઇ સિઝનમાં વૉર્નર કેટલીક મેચોમાં રન ન હતો બનાવી શક્યો, આ કારમે વૉર્નર અને ફ્રેન્ચાઇઝીની વચ્ચે કેટલીક અણબન થઇ ગઇ હતી. 


ત્યારે સનરાઇઝર્સ ફ્રેન્ચાઇઝીએ વૉર્નરને બેન્ચ પર બેસાડી દીધો હતો, તેના કારણે વૉર્નરે પણ ફ્રેન્ચાઇઝીને છોડી દીધી હતી, અને ખુદને મેગા ઓક્શનમાં લઇને ગયો હતો. અહીં દિલ્હી કેપિટલ્સને 6.25 કરોડ રૂપિયાની બોલી લગાવીને તેને ખરીદી લીધો હતો.