DC vs KKR: દિલ્હી કેપિટલ્સે 4 વિકેટથી મેચ જીતી લીધી, પોવેલે 16 બોલમાં 33 રન બનાવી વિનિંગ ઈનિંગ રમી

ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. દિલ્હીએ ટોસ જીત્યો હતો અને પહેલાં બોલિંગ પસંદ કરી હતી.

gujarati.abplive.com Last Updated: 28 Apr 2022 11:16 PM
દિલ્હી કેપિટલ્સે 4 વિકેટથી જીત મેળવી

દિલ્હી કેપિટલ્સે 4 વિકેટથી જીત મેળવી. રોવમેન પોવેલે 16 બોલમાં 33 રન બનાવ્યા હતા. 19મી ઓવરના છેલ્લા બોલ પર જ દિલ્હીએ 150 રન પુરા કરી લીધા હતા.

અક્ષર પટેલ 17 બોલમાં 24 રન બનાવી રન આઉટ

અક્ષર પટેલ 17 બોલમાં 24 રન બનાવી રન આઉટ થયો. દિલ્હીને જીત માટે 30 બોલમાં 34 રનની જરુર. સ્કોરઃ 113 રન પર 6 વિકેટ 

દિલ્હીનો સ્કોર 100 રનને પાર પહોંચ્યો

દિલ્હીનો સ્કોર 100 રનને પાર પહોંચ્યો છે. હાલ 14.1 ઓવરના અંતે 104 રન પર 5 વિકેટ. જીત માટે 35 બોલમાં 42 રનની જરુર છે. હાલ પોવેલ અને અક્ષર પટેલ રમતમાં છે.

દિલ્હીનો કેપ્ટન ઋષભ પંત 2 રન બનાવી આઉટ

દિલ્હીનો કેપ્ટન ઋષભ પંત 2 રન બનાવી આઉટ થયો. ઉમેશ યાદવના બોલ પર વિકેટ કિપરના હાથે કેચ આઉટ થયો ઋષભ પંત.

દિલ્હીનો સ્કોર 84 રન પર 4 વિકેટ, વોર્નર અને યાદવ આઉટ

ડેવિડ વોર્નર 26 બોલમાં 42 રન બનાવી આઉટ થયો. લલિત યાદવ 29 બોલમાં 22 રન બનાવી આઉટ થયો. હાલ દિલ્હીનો સ્કોર 84 રન પર 4 વિકેટ. જીત માટે 54 બોલમાં 63 રનની જરુર

દિલ્હીનો સ્કોર 58 રન પર પહોંચ્યો

7.3 ઓવરના અંતે દિલ્હીનો સ્કોર 58 રન પર પહોંચ્યો. હાલ ડેવિડ વોર્નર અને લલિત યાદવ રમી રહ્યા છે. જીતવા માટે 74 બોલમાં 82 રનની જરુર છે.

દિલ્હીનો સ્કોર 4 ઓવરના અંતે 36 રન પર બે વિકેટ

મિશેલ માર્શ 7 બોલમાં 13 રન બનાવી આઉટ થયો. હાલ દિલ્હીનો સ્કોર 4 ઓવરના અંતે 36 રન પર બે વિકેટ

પૃથ્વી શૉ ઉમેશ યાદવના બોલ ઉપર કેચ આઉટ

ઈનિંગના પહેલા બોલ પર દિલ્હી કેપિટલ્સનો ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉ ઉમેશ યાદવના બોલ ઉપર કેચ આઉટ થયો. ઉમેશ યાદવે જ પૃથ્વી શૉને કેચ આઉટ કર્યો.

છેલ્લી ઓવરમાં મુસ્તફિઝુર રહમાને 3 વિકેટ ઝડપી. દિલ્હીને જીત માટે 147 રનનો ટાર્ગેટ

કોલકાતાની ઈનિંગ 146 રન પર સમેટાઈ ગઈ હતી. છેલ્લી ઓવરમાં મુસ્તફિઝુર રહમાને 3 વિકેટ ઝડપી. દિલ્હીને જીત માટે 147 રનનો ટાર્ગેટ

આંદ્રે રસેલ 0 રન બનાવી આઉટ થયો.

આંદ્રે રસેલ 0 રન બનાવી આઉટ થયો.

શ્રેયસ અય્યર 37 બોલમાં 42 રન બનાવી આઉટ

કોલકાતાનો કેપ્ટન શ્રેયસ અય્યર 37 બોલમાં 42 રન બનાવી આઉટ થયો. હાલ નિતીશ રાણા અને રસેલ રમતમાં. સ્કોર 83 રન પર 5 વિકેટ

11 ઓવરના અંતે કોલકાતાનો સ્કોર 61 રન પર 4 વિકેટ

11 ઓવરના અંતે કોલકાતાનો સ્કોર 61 રન પર 4 વિકેટ. હાલ શ્રેયસ અય્યર અને નિતીશ રાણા રમતમાં છે. 

8મી ઓવરમાં કોલકાતાના બે બેટ્સમેન આઉટ

આઠમી ઓવરમાં બોલિંગ કરવા આવેલા કુલદિપ યાદવે ઓવરના બીજા બોલ પર બાબા ઈન્દ્રજીત અને ત્રીજા બોલ પર સુનિલ નરેનને આઉટ કર્યા હતા. હાલ કોલકાતાનો સ્કોર 37 રન પર 4 વિકેટ. 8 ઓવર પુરી થઈ.

કોલકાતાની બીજી વિકેટ પડી

વેંકટેશ ઐયર 6 રન બનાવી આઉટ થયો. હાલ શ્રેયસ ઐયર અને બાબા ઈન્દ્રજીત રમતમાં છે. કોલકાતાનો સ્કોર 5 ઓવરના અંતે 24 રન પર 2 વિકેટ

કોલકાતાની પહેલી વિકેટ પડી

બીજી ઓવરમાં જ કોલકાતાની પહેલી વિકેટ પડી. ચેતન સાકરીયાના બોલ ઉપર એરોન ફિંચ 7 બોલમાં 3 રન બનાવી બોલ્ડ આઉટ થયો. 

દિલ્હી કેપિટલ્સની પ્લેઇંગ ઇલેવન

દિલ્હી કેપિટલ્સની પ્લેઇંગ ઇલેવનઃ પૃથ્વી શો, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, ઋષભ પંત, રોવમૈન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહમાન, ચેતન સાકરિયા

કોલકત્તાની પ્લેઇંગ ઇલેવનઃ

કોલકત્તાની પ્લેઇંગ ઇલેવનઃ વેંકટેશ ઐય્યર, એરોન ફિંચ, શ્રેયસ ઐય્યર, નીતિશ રાણા, રિંકુ સિંહ, બાબા ઈન્દ્રજીત, આંદ્રે રસેલ, સુનીલ નરેન, હર્ષિત રાણા, ઉમેશ યાદવ, ટિમ સાઉથી 

બ્રેકગ્રાઉન્ડ

ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાશે. 15મી સિઝનમાં આ બીજી વખત હશે જ્યારે બંને ટીમો એકબીજા સામે ટકરાશે. અગાઉની મેચમાં દિલ્હી કેપિટલ્સે કોલકત્તાને 44 રને હરાવ્યું હતું. બંને ટીમો માટે પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે આ મેચ ખૂબ મહત્વની છે.


ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તાએ જીત સાથે શરૂઆત કરી હતી. પરંતુ બંને ટીમો સારુ પ્રદર્શન કરી શકી નથી. પોઇન્ટ ટેબલ્સમાં તો દિલ્હી અને કોલકાતા ટોપ-4માંથી બહાર છે. અત્યાર સુધી કોલકત્તાની ટીમ આઠ મેચમાંથી 3માં જીત અને 5માં હાર મેળવી ચૂકી છે.6 પોઈન્ટ સાથે ટીમ ટેબલ પોઈન્ટમાં 8મા નંબર પર છે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધીમાં 7 મેચ રમી છે જેમાં ત્રણમાં જીત અને 4માં હાર મેળવી ચૂકી છે. 6 પોઈન્ટ સાથે દિલ્હીની ટીમ સાતમા સ્થાને છે.


 

વાનખેડે સ્ટેડિયમની પીચ હંમેશા બેટ્સમેનોને અનુકૂળ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનારી ટીમ ફાયદામાં રહેશે. આ મેદાન પર રમાયેલી છેલ્લી પાંચ મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો વિજય થયો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.