Delhi Capitals vs Punjab Kings: પંજાબ કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સની નવ વિકેટે જીત, વોર્નરના અણનમ 60 રન

DC vs PBKS Live: ઇન્ડિયન પ્રિમિયર લીગની 15મી સીઝનમાં આજે કોરોના સામે લડી રહેલી દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ ટકરાશે.

gujarati.abplive.com Last Updated: 20 Apr 2022 10:22 PM
દિલ્હીનો ભવ્ય વિજય

દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 9 વિકેટે હરાવ્યું હતું. વોર્નરે અણનમ 60 રન ફટકાર્યા હતા. તે સિવાય પૃથ્વી શો 41 રન બનાવી આઉટ થયો હતો.  પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 115 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સે 10.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 119 રન બનાવ્યા હતા. પંજાબની શરૂઆત સારી રહી હતી.  ધવન 9, મયંક 24, લિવિંગસ્ટોન 2 અને જોની બેરસ્ટો 9 રન બનાવીને પરત ફર્યા હતા. ટીમ માટે જીતેશે 23 બોલમાં 32 રન બનાવ્યા હતા.

પંજાબ 115 રનમાં ઓલાઉટ

પંજાબ કિંગ્સના બેટ્સમેનોનો દિલ્હી કેપિટલ્સની ઘાતક બોલિંગ સામે કંગાળ દેખાવ રહ્યો હતો. પંજાબ કિંગ્સની આખી ટીમ 20 ઓવરમાં માત્ર 115 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ધવન માત્ર 9 રન બનાવી શક્યો. બાદમાં મયંક અગ્રવાલ 15 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 24 રન બનાવી આઉટ થયો હતો.


મયંક અગ્રવાલના આઉટ થયા બાદ પંજાબની ટીમ પત્તાના મહેલની જેમ વેરવિખેર થઈ ગઈ હતી. આ દરમિયાન લિયામ લિવિંગસ્ટોન 02, જોની બેરસ્ટો 09, શાહરૂખ ખાન 12 અને કાગિસો રબાડા 2 રન બનાવીને આઉટ થયા હતા.


જીતેશે 23 બોલમાં 5 ફોરની મદદથી 32 રન બનાવ્યા હતા. અંતમાં રાહુલ ચહરે એક ફોર અને એક સિક્સરની મદદથી 12 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી ખલીલ અહેમદ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને લલિત યાદવે 2-2 વિકેટ લીધી હતી.

પંજાબ કિંગ્સના બેટ્સમેનોનો ખરાબ દેખાવ

દિલ્હી સામે પંજાબ કિંગ્સના બેટ્સમેનોનો દેખાવ કંગાળ રહ્યો હતો. પંજાબ કિંગ્સે 64 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી છે. પંજાબ તરફથી મયંક અગ્રવાલ 24, શિખર ધવન નવ, જોની બેયરસ્ટો નવ, લિવિંગસ્ટોન બે રન બનાવી આઉટ થયા હતા. 

પંજાબે કર્યા બે ફેરફાર

પંજાબની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. પંજાબના કેપ્ટન મયંક અગ્રવાલની વાપસી થઇ છે જ્યારે ઓડન સ્મિથના સ્થાને નાથન એલિસનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે દિલ્હીની ટીમમાં માર્શના સ્થાને સરફરાઝ ખાનનો સમાવેશ કરાયો છે. 

બ્રેકગ્રાઉન્ડ

Delhi Capitals vs Punjab Kings Playing 11: ઇન્ડિયન પ્રિમિયર લીગની 15મી સીઝનમાં આજે કોરોના સામે લડી રહેલી દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ ટકરાશે. મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં મેચ રમાશે. દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચના રેકોર્ડની વાત કરીએ તો પંજાબનું પલડુ ભારે છે. પંજાબ કિંગ્સ 15-13થી આગળ છે.


મિચેલ માર્શ વિના ઉતરશે દિલ્હી કેપિટલ્સ


દિલ્હી કેપિટલ્સની ટીમમાં કોરોનાના કુલ પાંચ પોઝિટીવ કેસ નોંધાયા છે. કોરોના સંક્રમિત મિચેલ માર્શને સોમવારે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. આજની મેચમાં માર્શના સ્થાને ન્યૂઝિલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન ટિમ સિફર્ટને સામેલ કરવામાં આવી શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.