આઈપીએલની 50મી મેચમાં આજે ગુરુવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. દિલ્હી આજે જીત મેળવીને પોતાની જીતની ગાડીને પાટા પર લાવવાનો પ્રયાસ કરશે. ડેવિડ વોર્નર, પૃથ્વી શો સહિતના બેટ્સમેનની પરીક્ષા હૈદરાબાદના ફાસ્ટ બોલરો સામે થશે. દિલ્હીને પોતાની પ્લેઓફમાં પહેંચવાની આશાને જીવંત રાખવા માટે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. સાથે જ હૈદરાબાદની ટીમ પણ પોતાની સતત મળેલી બે હારનો ક્રમ તોડવા માટે મેચ રમવા ઉતરશે.


પંત પાસે લાંબી ઈનિંગની અપેક્ષાઃ
દિલ્હીને પોતાની 9 મેચોમાંતી 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને તેથી જ તેમના પ્રદર્શન પર સવાલ ઉભા થઈ રહ્યા છે. લલિત યાદવ ટીમની અપેક્ષાઓ પર ખરો નથી ઉતર્યો. ઓલરાઉંડર લલિતે અત્યાર સુધીની 9 મેચોમાં 137 રન બનાવ્યા છે. અને 4 વિકેટ ઝડપી છે. આ સાતે કેપ્ટન ઋષભ પંત પાસેથી પણ લાંબી અને ટકાઉ ઈનિંગની અપેક્ષા છે જે ટીમને જીત અપાવવા માટે મદદરુપ થઈ શકે. પંતે આ સીઝનમાં 234 રન બનાવ્યા છે પણ કોઈ લાંબી ઈનિંગ નથી રમી. પંતનો સામનો હૈદરાબાદના ફાસ્ટ બોલર ઉમરાન મલિક સામે થશે તે જોવા લાયક બની રહેશે.


હૈદરાબાદની બોલિંગ મજબૂત
દિલ્હી માટે ભુવનેશ્વર કુમાર, ઉમરાન, ટી નટરાજન અને માર્કો જેનસેન જેવા બોલરનો સામનો કરવો સરળ નહી રહે. સનરાઈઝર્સના બોલરોએ અત્યાર સુધીમાં પોતાની ટીમની જીતમાં મહત્વની ભુમિકા ભજવી છે. આ બોલરો પોતાની ટીમને છઠ્ઠી જીત અપાવવામાં કોઈ કમી બાકી નહી રાખે. વોશિંગટન સુંદર ઈજાગ્રસ્ત થયા બાદ આજે જગદીશ સુચિતને હૈદરાબાદની બોલિંગ લાઈનમાં સ્થાન મળી શકે છે.


વિલિયમ્સન પાસેથી કેપ્ટન ઈનિંગની આશાઃ સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ આ સિઝનમાં 324 રન બનાવીને સારું પ્રદર્શન કર્યું છે. કેપ્ટન કેન વિલિયમ્સન અત્યાર સુધી અપેક્ષાઓ અનુસાર સારું પ્રદર્શન નથી કરી શક્યા. હૈદરાબાદ માટે અત્યાર સુધી અભિષેક, એડિન માર્કરમ અને રાહુલ ત્રિપાઠીએ શાનદાર પ્રદર્શન કર્યું છે.


દિલ્હીની સંભવિત પ્લેઈંગ 11 - પૃથ્વી શૉ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, ઋષભ પંત (કેપ્ટન), લલિત યાદવ, રોવમૈન પોવેલ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, ચેતન સાકરિયા, કુલદીપ યાદવ, મુસ્તફિજુર રહમાન


હૈદરાબાદની સંભવિત પ્લેઈંગ 11 - અભિષેક શર્મા, કેન વિલિયમ્સન (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, એડન માર્કરન, નિકોલસ પૂરન, શશાંક સિંહ, જગદીશ સુચિત, માર્કો યાનસેન/ફજલહક ફારુકી, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન અને ઉમરાન મલિક