Kartik Tyagi Shreyas Gopal Sean Abbott Delhi Capitals vs Sunrisers Hyderabad IPL 2022: સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદે IPL 2022ની 50મી મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફેરફાર કર્યા છે. ટીમે ત્રણ નવા ખેલાડીઓને તક આપી છે. કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ અને સીન એબોટ હૈદરાબાદ માટે પોતાની ડેબ્યુ મેચ રમી રહ્યા છે. આ બંને ખેલાડીઓનું પાછલું પ્રદર્શન સારું રહ્યું છે. આ કારણથી હૈદરાબાદે મેગા હરાજીમાં આ ખેલાડીઓ પર દાવ લગાવ્યો હતો અને તેમને ખરીદ્યા હતા.
કાર્તિક ત્યાગીઃ
અંડર-19 વર્લ્ડ કપ 2020માં ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીએ ખતરનાક બોલિંગ કરી હતી. તેણે ટીમ ઈન્ડિયા માટે 11 વિકેટ ઝડપી હતી. આ પછી તેને IPL 2020 માટે રાજસ્થાન રોયલ્સે 1.30 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી, રાજસ્થાને 2021માં ફરીથી કાર્તિક પર દાવ લગાવ્યો. પરંતુ IPL ઓક્શન 2022માં હૈદરાબાદે તેને 4 કરોડમાં ખરીદ્યો હતો. કાર્તિકે અત્યાર સુધી તેની IPL કરિયરની 14 મેચમાં 13 વિકેટ ઝડપી છે.
શ્રેયસ ગોપાલઃ
કર્ણાટકનો ઓલરાઉન્ડર ખેલાડી શ્રેયસ ગોપાલ પણ પોતાના પ્રદર્શનને કારણે ચર્ચામાં રહ્યો હતો. તેણે પોતાની પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ 2013-14માં રમી હતી. તે આઈપીએલમાં અત્યાર સુધીમાં 48 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 48 વિકેટ ઝડપી છે. આ સાથે તેણે બેટિંગમાં પણ હાથ અજમાવ્યો છે. કાર્તિકને હૈદરાબાદે IPL 2022ની હરાજીમાં 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
સીન એબોટઃ
ઓસ્ટ્રેલિયાનો બોલર સીન એબોટ લાંબા સમય બાદ IPLમાં પરત ફર્યો છે. સીન એબોટ IPL 2015માં જોવા મળ્યો હતો. આ સીઝનમાં તે માત્ર 2 મેચ જ રમી શક્યો હતો. જો કે તે પછી તેણે લિસ્ટ A અને T20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના તાજેતરના પ્રદર્શનને જોતા હૈદરાબાદે એબોટને 2.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.