IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સ માટે એક સારા સમાચાર છે. ટીમનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર પોતાને થયેલી ઈજામાંથી સાજો થઈ ગયો છે અને મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે. તે સંભવતઃ 26 મેથી T20 બ્લાસ્ટમાં સસેક્સ તરફથી રમતા જોવા મળી શકે છે. આર્ચર ઈજાના કારણે IPL 2022માં રમી શક્યો ન હતો. IPL 2022ની હરાજીમાં મુંબઈની ફ્રેન્ચાઈઝીએ તેને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ ઈજાના કારણે તે એક પણ મેચ રમી શક્યો નહોતો. જો કે હવે તે આગામી સિઝનમાં વાપસી કરે તેવી શક્યતા છે.
આઈપીએલની આ સિઝનમાં મુંબઈનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. ટીમે અત્યાર સુધી 9 મેચ રમી છે અને માત્ર એક જ મેચ જીતી છે. 30 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં મુંબઈનો 5 વિકેટે વિજય થયો હતો. મુંબઈની ફાસ્ટ બોલિંગ પણ અત્યારે ખાસ દેખાઈ રહી નથી. એક સમયે ટીમમાં લસિથ મલિંગા અને બોલ્ટ જેવા ખતરનાક બોલર હતા. પરંતુ હવે તેઓ ટીમનો ભાગ નથી. ત્યારે આવી સ્થિતિમાં જોફ્રા આર્ચર ફિટ થઈ જશે તો તે આગામી સિઝનમાં જસપ્રીત બુમરાહને સપોર્ટ કરવા તૈયાર થઈ જશે. મુંબઈ માટે આ ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે.
જોફ્રા આર્ચર તેની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ માર્ચમાં રમી હતી. ભારત સામે રમાયેલી આ મેચ બાદ તે મેદાનમાં પરત ફરી શક્યો નહોતો. આર્ચરને કોણીમાં ઈજા પહોંચી હતી અને ત્યાર બાદ તે એક પણ મેચ રમી શક્યો નથી. આ ઈજાને કારણે થોડા સમય માટે તેને એવો ડર પણ હતો કે કદાચ તેની પાસેથી ઈંગ્લેન્ડનો કોન્ટ્રાક્ટ છીનવાઈ જશે. પરંતુ કોણીની સર્જરી કરાવ્યા બાદ તે રાહત અનુભવી રહ્યો છે અને મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે.
આ પણ વાંચોઃ