IPL 2022: દિલ્હી કેપિટલ્સ સામે રમાનારી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આઈપીએલ 2022ની 50મી મેચ માટે હૈદરાબાદે પ્લેઈંગ ઈલેવનમાં ઘણા ફેરફાર કર્યા છે. ટીમે ત્રણ નવા ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં તક આપી છે. હૈદરાબાદ તરફથી કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ અને સીન એબોટ ડેબ્યૂ મેચ રમશે. આ સાથે જ દિલ્હીએ પ્લેઈંગ ઈલેવનમાં પણ 4 ખેલાડીઓ બદલાયા છે.
દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે ટોસ ઉછળ્યા બાદ કહ્યું કે, "અમે પહેલાં બેટિંગ કરીશું, હું તેનાથી ખુશ છું. અમે પ્લેઈંગ ઈલેવનમાં 4 ફેરફાર કર્યા છે. પૃથ્વી શો, મુસ્તફિઝુર રહેમાન, અક્ષર પટેલ અને સાકરિયા આ મેચમાં નહીં રમે. મનદીપ, રિપલ પટેલ અને ખલીલ પ્લેઈંગ ઈલેવનમાં પરત ફર્યા છે. તમે ફક્ત તમારી ભૂલોમાંથી શીખી શકો છો અને સુધારી શકો છો."
હૈદરાબાદના કેપ્ટન વિલિયમ્સને કહ્યું કે, "અમે પહેલાં બોલિંગ કરીશું. અહીં ઝાકળની અસર પછીથી જોવા મળશે. અમે અમારી હાર બાદ સકારાત્મક રીતે આગળ વધી રહ્યા છીએ. અમે પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફેરફાર કર્યા છે." હૈદરાબાદની ટીમમાં કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ અને સીન એબોટને આજે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આપ્યું છે. આ ખેલાડીઓ પોતાની ડેબ્યૂ મેચ રમશે.
દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર, મનદીપ સિંહ, મિશેલ માર્શ, ઋષભ પંત (કેપ્ટન), લલિત યાદવ, રોવમેન પોવેલ, રિપલ પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, એનરિક નોર્ટજે
સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ 11: અભિષેક શર્મા, કેન વિલિયમ્સન (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ, નિકોલસ પૂરન, શશાંક સિંહ, શ્રેયસ ગોપાલ, ભુવનેશ્વર કુમાર, સીન એબોટ, કાર્તિક ત્યાગી, ઉમરાન મલિક