Umran Malik Fastest Delivery in IPL DC vs SRH: દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલી મેચમાં ઉમરાન મલિકે IPLના ઈતિહાસમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. હૈદરાબાદના ફાસ્ટ બોલર ઉમરાને ભારતીય IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો. તેણે પોતાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ઉમરાને આજની મેચમાં દિલ્હી સામે 157 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. આ પહેલાં ઉમરાન મલિકે આ પહેલા 150 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલ ફેંક્યો હતો.


ઉમરાન મલિકને સનરાઈઝર્સ હૈદરાબાદે 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. ઉમરાનની પ્રતિભા જોઈને ફ્રેન્ચાઈઝીએ તેના પર મોટો દાવ લગાવ્યો હતો. ઉમરાને આ સિઝનમાં અત્યાર સુધી સારો દેખાવ કર્યો છે. જોકે, દિલ્હી સામે રમાઈ રહેલી મેચમાં તે મોંઘો સાબિત થયો હતો અને એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. પરંતુ ઉમરાને સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. તેણે દિલ્હીની છેલ્લી ઓવરનો ચોથો બોલ ફેંક્યો હતો જેની ઝડપ 157 કિમી પ્રતિ કલાકની રહી હતી. જ્યારે આ પછીનો 5મો બોલ 155 કિમી પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો.


IPL 2022 ની સૌથી ઝડપી બોલિંગ:


157 કિમી/કલાક - ઉમરાન મલિક
155 કિમી/કલાક - ઉમરાન મલિક
154 કિમી/કલાક - ઉમરાન મલિક
153.9 કિમી/કલાક - લોકી ફર્ગ્યુસન
153.3 કિમી/કલાક - ઉમરાન મલિક


IPL 2022: દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 208 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દિલ્હી તરફથી ડેવિડ વોર્નર અને રોવમેન પોવેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. વોર્નરે 12 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 92 રન બનાવ્યા હતા. જ્યારે પોવેલે અણનમ 67 રનની ઇનિંગ રમી હતી. જ્યારે હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે સારી બોલિંગ કરી હતી. તેણે વિકેટ લીધી હતી.


ટોસ હાર્યા બાદ મનદીપ સિંહ અને ડેવિડ વોર્નર દિલ્હી કેપિટલ્સ માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. મનદીપ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો. ત્યાર બાદ મિશેલ સેન્ટનર બેટિંગ કરવા આવ્યો હતો. તે પણ 7 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 10 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન રિષભ પંતે 16 બોલમાં 26 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 3 સિક્સ અને એક ફોરનો સમાવેશ થાય છે.