IPL 2022, ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇકાલે બેંગ્લૉર અને ચેન્નાઇ વચ્ચે રોમાંચક મેચ જોવા મળી. આ મેચમાં બેંગ્લૉરની 23 રનથી હાર થઇ. પરંતુ ખાસ વાત છે કે ટીમમાં આ સિઝનમાં દિનેશ કાર્તિક ગજબના ફોર્મમાં જોવા મળી રહ્યો છે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર માટે આ સિઝનમાં દિનેશ કાર્તિક એક ફિનિશર બની ગયો છે. તેને સતત IPL 2022માં મેચો જીતાડીને ધમાલ મચાવી દીધી છે. જોકે ગઇકાલે તે પહેલીવાર IPL 2022માં આઉટ થયો હતો.
દિનેશ કાર્તિકે આ સિઝનમાં ચાર મેચો રમી પરંતુ વિપક્ષી ટીમનો કોઇપણ બૉલર તેની વિકેટ નથી લઇ શક્યો. ગઇકાલની મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સા સામે પણ દિનેશ કાર્તિકનુ ફોર્મ ગજબનુ દેખાઇ રહ્યુ હતુ. આ મેચમાં દિનેશ કાર્તિકં તોફી બેટિંગ કરતાં 3 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 14 બૉલમાં 34 રન ફટકારી દીધા હતા, જોકે, બ્રાવોની ઓવરમાં બાઉન્ડ્રી મારવા જતા જાડેજાના હાથમાં ઝીલાઇ ગયો હતો.
દિનેશ કાર્તિકે આ સિઝનમાં ચાર મેચોમાં તાબડતોડ 97 રન બનાવ્યા છે, અને ચારેય ઇનિંગમા અણનમ રહ્યો છે. કાર્તિકે પંજાબ સામે 32 રન (14), રાજસ્થાન સામે 44 રન (23), મુંબઇ સામે 7 રન બનાવીને અણનમ રહ્યો હતો.
હાલમાં દિનેશ કાર્તિક પાંચ મેચોમાં 131 રન બનાવી ચૂક્યો છે. તેની હાલની એવરેજ પણ 131 છે. એવરેજના મામલામાં આ સિઝનમાં દિનશે કાર્તિક ટૉપ પર છે. આ સિઝનમાં દિનેશ કાર્તિકની સ્ટ્રાઇક રેટ પણ 218.33ની છે. તેને પાંચ ઇનિંગમાં 13 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકારીને તોફાની બેટિંગ કરી છે.
આ પણ વાંચો.......
આ રાજ્યમાં મોંઘવારીનો બેવડો માર, CNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો, PNG પણ 4.50 રૂપિયા મોંઘો
Gemology: આ રત્ન છે ખૂબ જ ચમત્કારી, ધારણ કરવાથી બદલી જાય છે કિસ્મત, જાણો ધારણ કરવાની યોગ્ય વિધિ
Vastu Tips: ઘરની આ દિશામાં હોય છે ધનના દેવતા કુબેરનો વાસ, આ વાતોનું ધ્યાન રાખવાથી બની રહે છે કૃપા
Edible Oil: સસ્તું થયું ખાદ્યતેલ, સરસવ અને મગફળીના તેલના ભાવ ઘટ્યા, જાણો એક લીટરની કિંમત
આ વર્ષે ચોમાસુ કેવું રહેશે ? ખાનગી એજન્સી સ્કાયમેટે કરી મોટી આગાહી, જાણો વિગતે