IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કેન વિલિયમસનની આગેવાની વાળી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમેને મોટો ઝટકો લાગ્યો છે. રિપોર્ટ છે કે ઓફ સ્પિનર અને સ્ટાર ઓલરાઉન્ડર વૉશિંગટન સુંદરને હાથમાં ઇજા પહોંચી છે, જેના કારણે તેને હાલમાં આઇપીએલની બે મેચોમાંથી બહાર થવાનો વારો આવ્યો છે, સુંદર હવે આગળની બે મેચો નહીં રમી શકે. 


22 વર્ષીય વૉશિંગટન સુંદર અત્યાર હૈદરાબાદ માટે એકમાત્ર સફળ સ્પીનર રહ્યો છે, ખરાબ શરૂઆત બાદ હૈદરાબાદને પ્રથમ જીત મળી છે. 


ઇએસપીએન ક્વિકન્ફોએ હૈરદાબાદના કૉચ ટૉમ મુડીના હવાલાથી કહ્યું - વૉશિંગટન સુંદરને હાથમાં ઇજા થઇ છે, આગામી બે-ત્રણ મેચોમાં તેને આરામ રાખવો પડશે. મને લાગે છે કે, આ મોટો ઝટકો નથી, કેમ કે તે એક કે બે અઠવાડિયામાં ઠીક થઇ છે. ઉલ્લેખનીય છે કે કે હૈદરાબાદની પાસે હવે વૉશિંગટન સુંદરની જગ્યાએ શ્રેયસ ગોપાલ અને જે સૂચિત બે ઓપ્શન છે, જેમને ટીમમાં મોકો આપવામા આવી શકે છે. 


ઇન્ડિયન પ્રીમિયર લીગમાં હાલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પૉઇન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે, કેન વિલિયમસનની ટીમે 4 મેચો રમી છે, જેમાંથી બેમાં હાર અને બેમાં જીત હાંસલ કરીને 4 પૉઇન્ટ મેળવ્યા છે. 


આ પણ વાંચો....... 


દેવધર રોપવે અકસ્માતઃ 'જીવતા રહેવા માટે અમે પેશાબ પીવા તૈયાર હતા', આર્મીના જવાન આવ્યા તો લાગ્યું ભગવાન આવ્યા....


આ રાજ્યમાં મોંઘવારીનો બેવડો માર, CNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો, PNG પણ 4.50 રૂપિયા મોંઘો


Gemology: આ રત્ન છે ખૂબ જ ચમત્કારી, ધારણ કરવાથી બદલી જાય છે કિસ્મત, જાણો ધારણ કરવાની યોગ્ય વિધિ


Vastu Tips: ઘરની આ દિશામાં હોય છે ધનના દેવતા કુબેરનો વાસ, આ વાતોનું ધ્યાન રાખવાથી બની રહે છે કૃપા


Edible Oil: સસ્તું થયું ખાદ્યતેલ, સરસવ અને મગફળીના તેલના ભાવ ઘટ્યા, જાણો એક લીટરની કિંમત


આ વર્ષે ચોમાસુ કેવું રહેશે ? ખાનગી એજન્સી સ્કાયમેટે કરી મોટી આગાહી, જાણો વિગતે