IPL Most Sixes: આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2022 ની 62મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ચેન્નાઈની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈની શરૂઆત ખાસ રહી ન હતી. ડેવોન કોનવે ત્રીજી ઓવરના પ્રથમ બોલ પર 9 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી મોઈન અલીએ છઠ્ઠી ઓવરમાં રાશિદ ખાન પર 2 સિક્સર ફટકારી હતી. આ સાથે આ સિઝનમાં એક મોટો રેકોર્ડ બની ગયો છે.


મોઈન અલીએ રાશિદની ઓવરના ચોથા અને પાંચમા બોલ પર બે સિક્સર ફટકારી હતી. મોઈન અલીની આ સિક્સર સાથે જ IPLના અત્યાર સુધીના ઈતિહાસમાં એક એક ખાસ રેકોર્ડ બન્યો છે. IPL 2022માં 873 સિક્સર ફટકારવામાં આવી છે. આ પહેલાં વર્ષ 2020માં 734, IPL 2019માં 784, IPL 2018માં 872 અને IPL 2012માં 731 સિક્સર ફટકારવામાં આવી હતી.


IPL સિઝનમાં સૌથી વધુ સિક્સરઃ
IPLમાં 2022 - 873 સિક્સર (ચેન્નાઈના દાવમાં ત્રણ સિક્સર સુધી)


IPLમાં 2018- 872 સિક્સર


IPLમાં 2019- 784 સિક્સર


IPLમાં 2020- 734 સિક્સર


IPLમાં 2012- 731 સિક્સર


બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન


ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ 11: રુતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, મિશેલ સેન્ટનર, મોઈન અલી, એન જગદીસન, શિવમ દુબે, એમએસ ધોની (C/W), પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, મતિશા પથિરાના, મુકેશ ચૌધરી.


ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ 11: રિદ્ધિમાન સાહા (wk), શુભમન ગિલ, મેથ્યુ વેડ, હાર્દિક પંડ્યા (c), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, રવિ શ્રીનિવાસન, સાઇ કિશોર, અલઝારી જોસેફ, યશ દયાલ, મોહમ્મદ શમી.


આ પણ વાંચોઃ


Watch: પ્રેક્ટિસ સેશન દરમિયાન રાશિદ ખાન પાસે છોકરાએ બોલ માંગ્યો, રાશિદે આપ્યો મજેદાર જવાબ