Lucknow Super Giants vs Rajasthan Royals playing 11: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં આજે બીજી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ સીઝનમાં લખનઉની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. પોતાની પ્રથમ સીઝન રમી રહેલી લખનઉ આઇપીએલ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ટીમે અત્યાર સુધીમાં 12 મેચ રમી છે જેમાં આઠમાં જીત મેળવી છે. જ્યારે તેને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. તેણે 12માંથી 7 મેચ જીતી છે. રાજસ્થાન અને લખનઉની ટીમ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે.


કેએલ રાહુલની લખનઉ ટીમ છેલ્લી મેચમાં ગુજરાત સામે 62 રને હારી ગઈ હતી. આ મેચમાં સ્પિન બોલર રવિ બિશ્નોઈને તક આપવામાં આવી ન હતી. તેના સ્થાને બેટિંગ ઓર્ડરને મજબૂત કરવા માટે કરણ શર્માને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ રવિ બિશ્નોઈ રાજસ્થાન સામેની મેચની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરી શકે છે.


લખનઉ અને રાજસ્થાન વચ્ચે રમાનારી આ મેચ બોર્બન સ્ટેડિયમમાં રમાશે. અહીંની પીચ પણ બેટ્સમેનો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.


લખનઉ સુપર જાયન્ટ્સની  સંભવિત પ્લેઇંગ ઇલેવન 


ક્વિટન ડિકોક, કેએલ રાહુલ, દીપક હુડા, માર્ક્સ સ્ટોઇનિસ, કૃણાલ પંડ્યા, આયુષ બડોની, જેસન હોલ્ડર, દુષ્મંથા ચમીરા, રવિ બિશ્નોઇ, આવેશ ખાન, મોહસિન ખાન.


રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન


યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજૂ સેમસન, દેવદત્ત પડિક્કલ, રસ્સી વાન ડેર ડૂસન, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝર્વેન્દ્ર ચહલ, કુલદીપ સેન.


Mahindra Scorpio: આ વર્ષે લોન્ચ થનારી મહિન્દ્રા સ્કોર્પિયોની ડિટેલ્સ આવી સામે, જાણો શું શું મળી શકે છે ફીચર્સ


RBI Grade B Admit Card 2022: આરબીઆઈએ ગ્રેડ બી પરીક્ષા માટે જાહેર કર્યા એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ


Andrew Symonds Death: બિગ બોસ 5નો હિસ્સો રહી ચુક્યો છે સાયમન્ડ્સ, સની લિયોની સાથે હતી મિત્રતા


IPL: જીત મળતાં જ KKRની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત, જાણો પૉઇન્ટ ટેબલમાં અત્યારે શું છે સ્થિતિ......