GT vs PBKS Score: રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાતને 11 રને હરાવ્યું
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે શ્રેયસ અય્યરની પંજાબ કિંગ્સ અને શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર થશે.
IPL 2025ની પાંચમી મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 11 રનથી હરાવ્યું હતું. આ મેચમાં જોરદાર ટક્કર જોવા મળી હતી. એક સમયે એવું લાગતું હતું કે ગુજરાતની ટીમ 244 રનના ટાર્ગેટનો પીછો આસાનીથી કરશે, પરંતુ અંતે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે બોલિંગ કરવા આવેલા Vijaykumar Vyshakએ મેચ પલટી નાખી. તેણે 15મી ઓવર અને 17મી ઓવરમાં પાંચ-પાંચ રન આપ્યા, જેના કારણે જરૂરી રન રેટ 13થી 17 થઈ ગયો. પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 243 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ માત્ર 232 રન જ બનાવી શકી હતી. ગુજરાત તરફથી સાઈ સુદર્શને 74, જોસ બટલરે 54 અને રધરફોર્ડે 46 રન બનાવ્યા હતા.
જોસ બટલર 33 બોલમાં 54 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. બટલરને માર્કો યાનસેને પેવેલિયન મોકલ્યો હતો. 18 ઓવર પછી ગુજરાતનો સ્કોર ત્રણ વિકેટે 199 રન છે.
16 ઓવર પછી ગુજરાત ટાઇટન્સનો સ્કોર બે વિકેટે 182 રન છે. ગુજરાતને હવે જીતવા માટે 24 બોલમાં 62 રન કરવાના છે. જોસ બટલર રમતમાં છે. તેણે 3 ફોર અને 2 સિક્સર ફટકારી છે. રધરફોર્ડ રમતમાં છે.
સુદર્શનની વિકેટની કોઈ અસર થઈ ન હતી. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા રધરફોર્ડે બે સિક્સર અને એક ફોર ફટકારી હતી. ગુજરાત ટાઇટન્સનો સ્કોર 14 ઓવરમાં બે વિકેટે 169 રન છે.
ગુજરાત ટાઇટન્સની બીજી વિકેટ 13મી ઓવરમાં 145ના સ્કોર પર પડી હતી. સાઈ સુદર્શન 41 બોલમાં 74 રન બનાવીને આઉટ થયો હતો. તેના બેટમાંથી 5 ચોગ્ગા અને 6 છગ્ગા આવ્યા હતા. સુદર્શનને અર્શદીપ સિંહે આઉટ કર્યો હતો.
ગુજરાત ટાઇટન્સનો સ્કોર એક વિકેટે 100 રનને પાર પહોંચી ગયો છે. સાઈ સુદર્શને અડધી સદી ફટકારી છે.બટલર પણ ખૂબ જ શાનદાર બેટિંગ કરી રહ્યો છે. 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 104 રન બનાવી લીધા છે.
ગુજરાત ટાઇટન્સની પ્રથમ વિકેટ છઠ્ઠી ઓવરમાં 61 રનના સ્કોર પર પડી હતી. ગ્લેન મેક્સવેલે શુભમન ગિલને આઉટ કર્યો હતો. તે 14 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો હતો. હવે સાઈ સુદર્શન અને જોસ બટલર ક્રિઝ પર છે.
ચોથી ઓવરમાં 19 રન આવ્યા. શુભમન ગિલે ઉમરઝાઈ પર બે સિક્સર અને એક ફોર ફટકારી હતી. 4 ઓવર પછી ગુજરાત ટાઇટન્સનો સ્કોર કોઈ વિકેટ વિના 36 રન છે. શુભમન ગિલ આઠ બોલમાં 20 રન બનાવીને રમતમાં છે. સાઈ સુદર્શન 16 બોલમાં 16 રન બનાવીને રમતમાં છે.
પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 244 રનનો ટાર્ગેટ આપ્યો છે. પંજાબ કિંગ્સ તરફથી શ્રેયસ અય્યરે 97 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 9 સિક્સર ફટકારી હતી. આ સિવાય શશાંક સિંહે માત્ર 16 બોલમાં 44 રન ફટકાર્યા હતા.
પંજાબ કિંગ્સની પાંચમી વિકેટ 16મી ઓવરમાં 162 રનના સ્કોર પર પડી હતી. માર્કસ સ્ટોઈનિસ 15 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. તેના બેટમાંથી એક ફોર અને બે સિક્સર આવી હતી. સ્ટોઈનિસને સાઈ કિશોરે આઉટ કર્યો હતો. આ તેની ત્રીજી સફળતા છે.
15 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર 4 વિકેટે 156 રન છે. મોહમ્મદ સિરાજની ઓવરમાં 17 રન આવ્યા હતા. શ્રેયસ અય્યર 30 બોલમાં 64 રન બનાવીને રમતમાં છે. તેણે 3 ફોર અને 6 સિક્સર ફટકારી છે.
કેપ્ટન શ્રેયસ અય્યરે 27 બોલમાં અડધી સદી ફટકારી હતી. તે હવે 28 બોલમાં 57 રન પર છે. અય્યરે રાશિદ ખાન પર સતત બે છગ્ગા ફટકાર્યા હતા. પંજાબ કિંગ્સનો સ્કોર 14 ઓવરમાં 4 વિકેટે 139 રન છે.
પંજાબ કિંગ્સની ત્રીજી વિકેટ 11મી ઓવરમાં 105ના કુલ સ્કોર પર પડી હતી. અઝમતુલ્લા ઉમરઝઈ 15 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. તેના બેટમાંથી બે ચોગ્ગા અને એક છગ્ગો આવ્યો હતો.
8 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર બે વિકેટે 94 રન છે. કેપ્ટન શ્રેયસ અય્યર 14 બોલમાં 27 રન બનાવીને રમતમાં છે. તેણે 3 ફોર અને 1 સિક્સ ફટકારી છે. અઝમતુલ્લા ઉમરઝઈ ત્રણ બોલમાં એક સિક્સ સાથે સાત રન પર છે.
પ્રિયાંશ આર્ય 23 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. રાશિદ ખાને તેને પેવેલિયન મોકલ્યો હતો. પંજાબ કિંગ્સે સાતમી ઓવરમાં 79 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી.
પંજાબે પાવરપ્લેમાં એક વિકેટના નુકસાને 73 રન બનાવી લીધા છે. કેપ્ટન શ્રેયસ અય્યરે 18 રન બનાવ્યા છે. જ્યારે પ્રિયાંશ આર્યએ તોફાની રીતે ઈનિંગ રમતા 42 રન બનાવ્યા હતા.
પંજાબની પ્રથમ વિકેટ પડી છે. પ્રભાસિમરન સિંહે કાગિસો રબાડાના બોલ પર થર્ડ મેન પર ઊભેલા અરશદને પોતાનો કેચ આપ્યો હતો. પ્રભાસિમરને માત્ર 5 રન બનાવ્યા હતા.
પંજાબ કિંગ્સ માટે પ્રિયાંશ અને પ્રભાસિમરને ઇનિંગ્સની શરૂઆત કરી છે. પ્રથમ ઓવર મોહમ્મદ સિરાજે ફેંકી હતી, જેમાં તેણે 8 રન આપ્યા હતા.
પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન: પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે, અઝમતુલ્લા ઉમરઝઈ, માર્કો જાનસેન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
ગુજરાત જાયન્ટ્સની પ્લેઈંગ ઈલેવન: શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, અરશદ ખાન, રાશિદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ણા.
આઈપીએલમાં આજે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો છે. ગુજરાત ટાઈટન્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
Gujarat Titans vs Punjab Kings, IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે શ્રેયસ અય્યરની પંજાબ કિંગ્સ અને શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. IPL 2025માં બંને ટીમોની આ પ્રથમ મેચ છે. આવી સ્થિતિમાં બંને પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરવાનો પ્રયાસ કરશે.
પંજાબ કિંગ્સ આ સિઝનમાં સંપૂર્ણપણે અલગ ટીમ છે. શ્રેયસ અય્યરને ટીમની કમાન સોંપવામાં આવી છે. રિકી પોન્ટિંગ ટીમના કોચ છે. અય્યરે તેની કેપ્ટનશીપ હેઠળ ગત સિઝનમાં KKRને ખિતાબ અપાવ્યો હતો. તે હવે પંજાબ કિંગ્સ પ્રથમ વખત ચેમ્પિયન બને તેવું ઈચ્છશે. શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સને બીજી IPL ટાઇટલ જીતવામાં મદદ કરવાનો પ્રયાસ કરશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચની વાત કરીએ તો, ટાર્ગેટનો પીછો કરતી ટીમ અહીં વધુ મેચ જીતે છે. પંજાબ અને ગુજરાતમાં પણ આજે જે પણ ટોસ જીતે છે તે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે. પંજાબની ટીમમાં ઓપનિંગ જોડી ચિંતાનો વિષય છે. જ્યારે ગુજરાતમાં મિડલ ઓર્ડર નબળો દેખાય છે. બંને ટીમોમાં બોલિંગ સારી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે યોગ્ય છે. આજે પણ અહીં હાઈ સ્કોરિંગ મેચ થઈ શકે છે. ગત સિઝનમાં પંજાબ કિંગ્સે આ મેદાન પર ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. આજની મેચમાં પણ પંજાબ કિંગ્સનો દબદબો જોવા મળી રહ્યો છે.
હવામાનની વાત કરીએ તો વરસાદની કોઈ શક્યતા નથી. IPLના નવા નિયમોને કારણે હવે ઝાકળની પણ ખાસ અસર જોવા મળી રહી નથી. આ પછી પણ આજે જે પણ ટીમ ટોસ જીતશે તે પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે, કારણ કે આ મેદાન પર લક્ષ્યનો પીછો કરવો સરળ માનવામાં આવે છે.
ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન- શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, શાહરૂખ ખાન, ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગીસો રબાડા, પ્રસિદ્ધ ક્રિષ્ણા અને મોહમ્મદ સિરાજ.
પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન- પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, શ્રેયસ ઐયર (કેપ્ટન), માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, શશાંક સિંઘ, નેહલ વઢેરા, માર્કો જેન્સન, લોકી ફર્ગ્યુસન, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -