IPL 2022: ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આજે આઈપીએલ 2022ની 40મી મેચ રમાશે. આ મેચ પહેલાં ગુજરાત અને હૈદારાબાદે પોતાની છેલ્લી મેચોમાં સતત જીત મેળવી છે. જેથી આજની મેચમાં બંને ટીમો વચ્ચે બરાબરની ટક્કર જોવા મળશે. જો કે આજની મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમ છેલ્લે હૈદારાબદ સામે રમાયેલી મેચમાં મળેલી હારનો બદલો લેવાનો પુરો પ્રયત્ન કરશે. એ મેચમાં હૈદરાબાદે ગુજરાતને 8 વિકેટથી હરાવ્યું હતું.


સનરાઈઝર્સ હૈદરાબાદ પણ આજની મેચ જીતીને સતત 6 મેચો જીતીને પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર પહોંચવાના લક્ષ્ય સાથે રમવા ઉતરશે. બંને ટીમોનું પ્રદર્શન આ ટુર્નામેન્ટમાં શાનદાર રહ્યું છે. બંને ટીમોની બોલિંગ પણ દમદાર છે અને આ ટીમો પોતાના બોલરોના દમ પર સતત સારું પ્રદર્શન કરી રહી છે.


હૈદરાબાદની બેટિંગની વાત કરીએ તો કેન વિલિયમ્સન અને અભિષેક શર્માની ઓપનિંગ જોડી પહેલાં પોતાના દમ પર મેચ પુરી કરી ચુક્યા છે. સાથે જ એડેન માર્કરમ અને રાહુલ ત્રિપાઠીના બેટે પણ સારા રન બનાવ્યા હતા. બેટિંગ પાવરના કારણે જ હૈદરાબાદ સતત 5 મેચો જીતી ચુક્યું છે.


ગુજરાત ટાઈટન્સની બેટિંગ જોઈએ તો, તેમના ઓપનર બેટ્સમેન કંઈ ખાસ નથી કરી શક્યા. જો કે હાર્દિક પટેલ સતત અડધી સદી ફટકારીને મેચમાં પોતાની કેપ્ટનની ભુમિકા નિભાવી રહ્યો છે. પરંતુ ગુજરાતની બોલિંગ સારી રહી છે. રાશિદ ખાન, યશ દયાલ, લોકી ફર્ગ્યુસન અને હાર્દિક પંડ્યા બોલિંગમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે.


સન રાઈઝર્સ હૈદરાબાદની સંભવિત ટીમઃ અભિષેક શર્મા, કેન વિલિયમસન (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ, નિકોલસ પૂરન (વિકેટ કીપર), શશાંક સિંઘ, જગદીશ સુચિત, ભુવનેશ્વર કુમાર, માર્કો જેન્સેન, ઉમરાન મલિક, ટી નટરાજન.


ગુજરાત ટાઈટન્સની સંભવિત ટીમઃ રિદ્ધિમાન સાહા (વિકેટ કીપર), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલઝારી જોસેફ, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ, મોહમ્મદ શમી.