GT vs LSG: આઈપીએલ 2022ની 57મી મેચ આજે લખનઉ સુપર જાયંટ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાવાની છે. આ મેચ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણે ખાતે સાંજે 7.30 વાગ્યે શરુ થશે. આ મેચ જીતનાર ટીમ પ્લે ઓફમાં પોતાની જગ્યા નક્કી કરી લેશે. આ મેચમાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યા પોતાના ભાઈ કૃણાલ પંડ્યા સામે હશે. જો કે આ મેચમાં હાર્દિક પંડ્યાનો દિકરો અગસ્ત્યા પપ્પાની ગુજરાત ટાઈટન્સને નહી પણ કાકા કૃણાલ પંડ્યાની ટીમ લખનઉ સુપર જાયંટ્સને ચીયર કરી રહ્યો છે.


અગસ્ત્યાને કહ્યો લકી ચાર્મઃ
કૃણાલ પંડ્યાએ ઈંસ્ટાગ્રામ પર બે ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે, હાર્દિક પંડ્યાનો પુત્ર અગત્સ્યા લખનઉ સુપર જાયંટ્સની જર્સી પહેરીને બેઠેલો દેખાય છે. સોશિયલ મીડિયા પર આ ફોટો શેર કરતાં કૃણાલ પંડ્યાએ લખ્યું કે - કાલેની રમત માટે મારો લકી ચાર્મ મળ્યો. મહત્વનું છે કે, અગત્સ્યાએ પહેરેલી લખનઉ સુપર જાયંટ્સની જર્સી પર અગત્સ્યાનું નામ પણ લખેલું છે અને 25 નંબર પણ લખેલો જોઈ શકાય છે.




પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને ગુજરાતઃ
હાર્દિકની કપ્તાનીમાં ગુજરાતે શાનદાર પ્રદર્શન કર્યું છે. IPL 2022માં ગુજરાતે અત્યાર સુધીમાં 11 મેચ રમી છે અને 8માં જીત મેળવી છે. 16 પોઈન્ટ સાથે ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. સાથે જ લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ નંબર વન પર છે. લખનઉએ પણ 11માંથી 8 મેચ જીતી છે પરંતુ તેમનો નેટ રન રેટ ગુજરાત કરતાં સારો છે.