Gujarat Titans Road Show: IPL 2022ની ફાઈનલમાં જીત મેળવની ગુજરાતની ટીમે ટાઈટલ પર કબજો કર્યો છે. પહેલીવાર જ આઈપીએલમાં ભાગ લઈ રહેલી હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ગુજરાત ટાઈટન્સે ટાઈટલ જીતી ઈતિહાસ રચી દીધો છે. જેને લઈને સમગ્ર ગુજરાતના ક્રિકેટ ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સામે આવેલી વિગતો અનુસાર ગુજરાત ટાઈટન્સની ટીમ આજે અમદાવાદમાં રોડ શો યોજશે.આ રોડ શો રિવર ફ્રન્ટ ખાતે યોજાઇ શકે છે. આજે સાંજે 5.30 કલાકે ઉસ્માનપુરા રિવર ફ્રન્ટથી વિશ્વકુંજ રિવર ફ્રન્ટ સુધીનો રોડ શો યોજાશે તેવી માહિતી સામે આવી છે. IPLની ટ્રોફી સાથે ગુજરાત ટાઇટનની ટીમ ઓપન બસમાં રોડ શો કરશે. રોડ શો દરમિયાન ગરબાની રમજટ પણ જોવા મળશે,. રોડ શોની પરવાનગી માટે અરજી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.
IPL 2022: ગુજરાત ટાઈટન્સ જીતતાં જ હાર્દિકને ભેટી પડી પત્ની નતાશા, થઈ ગઈ ભાવુક, જુઓ વીડિયો
IPL 2022: ગુજરાતના ટાઈટન્ટના કેપ્ટન હાર્દિક પંડના ઓલરાઉન્ડ દેખાવ અને શુબમન ગિલની વિજય સિક્સર સહિત 45 રનની ઈનિંગથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ 2022ની ફાઇનલમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાનને 11 બોલ બાકી હતા, ત્યારે સાત વિકેટથી હરાવીને ટાઈટલ જીત્યું હતું જીતવા માટેના 131ના ટાર્ગેટને ગુજરાતે 18.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો. ગુજરાત જીતતા જ હાર્દિક પંડ્યાની પત્ની નતાશા તેને ભેટી પડી હતી અને ભાવુક થઈ હતી. જીત બાદ હાર્દિક અને નતાશાના ચહેરા પર અલગ જ ખુશી જોવા મળી હતી.
હાર્દિક પંડ્યાનું ઓલરાઉન્ડર પ્રદર્શન
આખરી 12 બોલમાં ચાર રનની જરૂર હતી, ત્યારે મેકોયની બોલિંગમાં ગિલે વિજયી સિક્સર ફટકારતાં ટીમને જીતાડી હતી. ગિલ 45 રને નોટઆઉટ રહ્યો હતો. કેપ્ટન હાર્દિક પંડયાએ ઓલરાઉન્ડ દેખાવ કરતાં 17 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી અને બેટિંગમાં 34 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતુ. અગાઉ ટોસ જીતીને રાજસ્થાને બેટિંગ પસંદ કરી હતી. બટલરે 39 રન કર્યા હતા, પણ તે ટીમને જીતાડી શક્યો નહતો. રાજસ્થાને 19 રનના ગાળામાં ત્રણ મહત્વની વિકેટ ગુમાવી હતી અને તેમાંથી ક્યારેય બેઠું થઈ શક્યું નહોતું.
ફાઈનલમાં 13 વર્ષ બાદ બન્યો આ રેકોર્ડ
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસમનની વિકેટ લીધી હતી. આઈપીએલ ફાઈનલમાં કેપ્ટને કેપ્ટનની વિકેટ લીધી હોય તેવું 13 વર્ષ બાદ બન્યું હતું. 2009માં જોહાનિસબર્ગમાં રમાયેલી આઈપીએલ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન અનિલ કુંબલેએ ડેક્કર ચાર્જર્સના એડમ ગિલક્રિસ્ટને આઉટ કર્યો હતો. હાર્દિકે ફાઇનલ મેચમાં 17 રનમાં 3 વિકેટ લીધી હતી. જે આઈપીએલ ફાઇનલમાં અત્યાર સુધીનું પાંચમું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે.