IPL 2022: ગુજરાત ટાઈટન્સ જીતતાં જ હાર્દિકને ભેટી પડી પત્ની નતાશા, થઈ ગઈ ભાવુક, જુઓ વીડિયો

IPL 2022 Final, Hardik Pandya: ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડયાએ ઓલરાઉન્ડ દેખાવ કરતાં 17 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી અને બેટિંગમાં 34 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતુ.

Continues below advertisement

IPL 2022: ગુજરાતના ટાઈટન્ટના કેપ્ટન હાર્દિક પંડના ઓલરાઉન્ડ દેખાવ અને શુબમન ગિલની વિજય સિક્સર સહિત 45 રનની ઈનિંગથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ 2022ની ફાઇનલમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાનને 11 બોલ બાકી હતા, ત્યારે સાત વિકેટથી હરાવીને ટાઈટલ જીત્યું હતું જીતવા માટેના 131ના ટાર્ગેટને ગુજરાતે 18.1 ઓવરમાં  ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો. ગુજરાત જીતતા જ હાર્દિક પંડ્યાની પત્ની નતાશા તેને ભેટી પડી હતી અને ભાવુક થઈ હતી. જીત બાદ હાર્દિક અને નતાશાના ચહેરા પર અલગ જ ખુશી જોવા મળી હતી.

Continues below advertisement

હાર્દિક પંડ્યાનું ઓલરાઉન્ડર પ્રદર્શન

આખરી 12 બોલમાં ચાર રનની જરૂર હતી, ત્યારે મેકોયની બોલિંગમાં ગિલે વિજયી સિક્સર ફટકારતાં ટીમને જીતાડી હતી. ગિલ 45 રને નોટઆઉટ રહ્યો હતો. કેપ્ટન હાર્દિક પંડયાએ ઓલરાઉન્ડ દેખાવ કરતાં 17 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી અને બેટિંગમાં 34 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતુ. અગાઉ ટોસ જીતીને રાજસ્થાને બેટિંગ પસંદ કરી હતી. બટલરે 39 રન કર્યા હતા, પણ તે ટીમને જીતાડી શક્યો નહતો. રાજસ્થાને 19 રનના ગાળામાં ત્રણ મહત્વની વિકેટ ગુમાવી હતી અને તેમાંથી ક્યારેય બેઠું થઈ શક્યું નહોતું.

રાજસ્થાને ટોસ જીતી બેટિંગ લીધી

પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો લીધો હતો. મેચ પહેલા રંગારગ સમાપન કાર્યક્રમમાં બોલિવૂડના જાણીતા સંગીતકાર એ.આર.રહેમાન તેમજ અભિનેતા રણવીર સિંહે પરફોર્મેન્સ આપ્યું હતું. સમગ્ર મેદાન વંદે માતરમ્ થી ગુંજી ઉઠ્યું હતું.

ફાઈનલમાં 13 વર્ષ બાદ બન્યો આ રેકોર્ડ

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસમનની વિકેટ લીધી હતી. આઈપીએલ ફાઈનલમાં કેપ્ટને કેપ્ટનની વિકેટ લીધી હોય તેવું 13 વર્ષ બાદ બન્યું હતું. 2009માં જોહાનિસબર્ગમાં રમાયેલી આઈપીએલ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન અનિલ કુંબલેએ ડેક્કર ચાર્જર્સના એડમ ગિલક્રિસ્ટને આઉટ કર્યો હતો. હાર્દિકે ફાઇનલ મેચમાં 17 રનમાં 3 વિકેટ લીધી હતી. જે આઈપીએલ ફાઇનલમાં અત્યાર સુધીનું પાંચમું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે.

Continues below advertisement
Sponsored Links by Taboola