Shubman Gill Gujarat Titans Winner IPL 2022: ગુજરાત ટાઈટન્સના બેટ્સમેન શુભમન ગિલે આઈપીએલ 2022ની ફાઈનલ મેચમાં ઈતિહાસને ફરીથી યાદ કરાવ્યો હતો. વર્ષ 2011માં 7 નંબરની જર્સીએ ટીમ ઈંડિયાને છક્કો લગાવીને જીત અપાવી હતી, આ કારનામું 2022ના આઈપીએલની ફાઈનલમાં થયું છે. રાજસ્થાન રોયલ્સે પહેલાં બેટિંગ કરતાં ગુજરાતને 131 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ગુજરાતે 18.1 ઓવરમાં લક્ષ્યાંક મેળવી લીધો હતો. ગુજરાતના ઓપનર બેટ્સમેન શુભમન ગિલે સિક્સર મારીને મેચ ફિનીશ કરી હતી અને ગુજરાત આઈપીએલનું ટાઈટલ જીતી ગયુ હતું.
રાજસ્થાને આપેલા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમ માટે રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન સાહા 5 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે શુભમન ગિલ 43 બોલમાં 45 રન બનાવીને અણનમ રહ્યો હતો. ગિલે પોતાની ઈનિંગમાં 3 ચોક્કા અને 1 સિક્સરનો સમાવેશ થાય છે. રાજસ્થાન માટે 19મી ઓવર ઓબેડ મેકકોય કરી રહ્યો હતો. શુભમને આ ઓવરની પહેલી બોલ પર સિક્સર લગાવી હતી. આવી જ રીતે ધોનીએ 2011ના વર્લ્ડ કપમાં ભારતને સિક્સર મારીને વર્લ્ડકપ અપાવ્યો હતો. દિલચસ્પ વાત એ છે કે, આ ગિલ અને ધોનીની જર્સીનો નંબર 7 છે.
ઉલ્લેખનીય છે કે, ફાઈનલ મેચમાં 7 નંબરની જર્સી અને સિક્સર સાથે-સાથે એક બીજો પણ અનોખો સંજોગ રચાયો હતોય વિશ્વકપ 2011માં આશીષ નેહરા ટીમ ઈંડિયાનો ભાગ હતા અને ગૈરી કર્સ્ટન કોચ હતા. જ્યારે આઈપીએલ 2022માં નેહરા ગુજરાતના કોચ છે. વિરોધી ટીમમાં કુમાર સંગાકાર અને લસિથ મલિંગા હતા. આ વખતે સંગાકારા રાજસ્થાનના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ છે. જ્યારે મલિંગ ટીમનનો ફાસ્ટ બોલિંગ કોચ છે.