IPL 2022: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ 2022ની ફાઈનલ મેચમાં ગુજરાતના ટાઈટન્ટના કેપ્ટન હાર્દિક પંડના ઓલરાઉન્ડ દેખાવ અને શુબમન ગિલની વિજય સિક્સર સહિત 45 રનની ઈનિંગથી રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હાર આપી હતી. જીતવા માટેના 131ના ટાર્ગેટને ગુજરાતે 18.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી.
સામાન્ય રીતે ફાઇનલ જેવા મહામુકાબલામાં કોઈપણ ટીમ ટોસ જીતીને ફિલ્ડિંગ લેતી હોય છે. તેના બદલે રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. પરંતુ સન્માનજનક સ્કોર કરી શકી નહોતી. ગુજરાતની જીત બાદ સોશિયલ મીડિયા પર હેશ ટેગ ફિક્સિંગ ટ્રેન્ડ થઈ રહ્યું છે અને ક્રિકેટ ફેન અવનવા મીમ્સ શેર કરી રહ્યા છે. ઘણા ક્રિકેટ પ્રેમીઓ ટ્વિટ પણ કરી રહ્યા છે.