IPL 2024: જ્યારથી ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન શરૂ થઈ છે, ત્યારથી ચાહકોએ ખાસ કરીને હાર્દિક પંડ્યાને આડે હાથ લીધો છે. સોશિયલ મીડિયા પર પણ ફેન્સ તેના પર જોરદાર ગુસ્સો કરી રહ્યા છે.  હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે અત્યાર સુધી સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે કારણ કે આઈપીએલ 2024માં ટીમ તેની અત્યાર સુધીની ત્રણેય મેચ હારી ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સના હોમ ગ્રાઉન્ડ એટલે કે વાનખેડેમાં પણ દર્શકો હાર્દિકને સતત ટ્રોલ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં, રોહિત શર્માને ફરીથી કેપ્ટન બનાવવાની માંગ ઉઠવા લાગી છે, જ્યારે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન આ સંભાવના વ્યક્ત કરી છે.


શું રોહિત શર્મા બનશે ફરી કેપ્ટન ?


મનોજ તિવારી અને વીરેન્દ્ર સેહવાગ હાલમાં જ એક ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા, જે દરમિયાન મનોજે રોહિત શર્મા વિશે મોટું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, "હું એક મોટી વાત કહેવા માંગુ છું. મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ બ્રેક પછી કેપ્ટન્સી ફરી રોહિત શર્માને આપવામાં આવી શકે છે, આવુ થઈ શકે છે. હવે આ એક મોટી વાત છે અને હું મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝીને જેટલું સમજું છું તેટલું તેઓ નિર્ણય લેવામાં ખચકાટ અનુભવતા નથી. એવું પણ નથી કે કેપ્ટનશીપ ખૂબ શાનદાર થઈ રહી છે અથવા તેનું નસીબ સાથ નથી આપી રહ્યું. 


રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સ 5 વખત ચેમ્પિયન બની છે


IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ પરથી રોહિત શર્માને હટાવવાનો નિર્ણય ખૂબ જ ચોંકાવનારો હતો કારણ કે રોહિતની કેપ્ટન્સીમાં આ ટીમ 5 વખત IPLની ચેમ્પિયન બની છે. રોહિતની કેપ્ટન્સીમાં મુંબઈએ 2013, 2015, 2017, 2019 અને 2020માં ટ્રોફી જીતી હતી.


હાર્દિકની કેપ્ટનશીપમાં MIની સતત 3 હાર


બીજી તરફ, હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સ 2022માં ચેમ્પિયન બની હતી અને IPL 2023માં પણ તેણે ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. કમનસીબે, તેનું નસીબ મુંબઈ ઈન્ડિયન્સની તરફેણ કરતું નથી. IPL 2023માં તેની કેપ્ટનશિપની સતત ટીકા થઈ રહી છે કારણ કે ટીમ અત્યાર સુધી સતત ત્રણેય મેચ હારી ચૂકી છે.  મુંબઈની આઈપીએલમાં સતત હાર થઈ રહી છે. અત્યાર સુધીમાં મુંબઈની ટીમ એક પણ મેચ જીતી શકી નથી.