IPL 2022ની શરૂઆત થઈ ચૂકી છે.  શનિવારના રોજ પ્રથમ મેચમાં કોલકાતાએ સીએસકે હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. તો બીજી તરફ સોમવારે ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે. આ બન્ને ટીમો પહેલીવાર આઈપીએલમાં ભાગ લઈ રહી છે.  બન્ને ટીમ જીત સાથે આઈપીએલની શરૂઆત કરવા માગશે. ગુજરાતની ટીમનું સુકાન હાર્દિક પંડ્યાના હાથમાં છે. તો આવો જાણીએ ગુજરાત એવા ક્યા કી પ્લેયર છે જે બાજી પલટી શકે છે.


ગુજરાતની ઓપનિંગ જોડી


જો આપડે ગુજરાતની ટીમની ઓપનિંગ જોડીની વાત કરીએ તો શુભમન ગીલ અને અફઘાનિસ્તાનના વિકેટ કિપર બેટ્સમેન રહમાનુલ્લાહ કરી શકે છે. બન્ને ધાકડ બેટ્સમેન જો ફોર્મમાં હોય તો કોઈ પણ બોલિંગ આક્રમણ સામે મોટો સ્કોર કરી શકે છે. તો બીજી તરફ ગુજરાતની ટીમનો મુખ્ય આધાર કેપ્ટન હાર્દિક પંડ્યા પોતે છે. કારણ કે વાનખેડે સ્ટેડિયમમાં હાર્દિકને રમવાનો સારો અનુભવ છે. હાર્દિક પંડ્યા લાંબા સમય સુધી મુંબઈ વતી ક્રિકેટ રમ્યો હતો.


હાર્દિક પંડ્યા એક વિસ્ફોટક બેટ્સમેન છે. તે લાંબી સિક્સરો મારવામાં પણ માહિર છે. આ ઉપરાંત રાહુલ તેવટિયા પણ  પોતાની વિસ્ફોટક બેટિંગથી બાજી પલટી શકે છે. આ પહેલા તેમણે પોતાની બેટિંગનો પરચો બતાવી દીધો છે. આ ઉપરાંત ઓલ રાઉન્ડર વિજય શંકરની ચાર ઓવર પણ મહત્વપૂર્ણ સાબિત થશે. વિજય શંકર બોલિંગ અને બેટિંગ બન્નેમાં જીતમાં યોગદાન આપી શકે છે. આ ઉપરાંત કર્ણાટકનો અભિનવ મનોહર અને ડિવેડ મિલર મિડસ ઓર્ડરમાં બેટિંગક્રમને મજબૂત કરશે. આ ઉપરાંત  લેગ સ્પિનર રાશિદ ખાન પણ મેચ વિનર ખેલાડી છે. આ ઉપરાંત ભારતીય ટીમના અનુભવી બોલર મહમ્મદ સમી પણ બેટ્સમેનોને મોટા સ્કોરથી રોકવા માટે મહત્વની ભૂમિકા નિભાવશે.


લખનઉની ઓપનિંગ જોડી


લખનઉની ટીમનો સૌથી મહત્વનો આધાર કેપ્ટન રાહુલ છે. રાહુલ સાથે ઓપનિંગમાં ક્રિટોન ડિકોક મેદાનમાં ઉતરશે, બન્ને ખેલાડીઓને સારો અનુભવ છે અને સારી તોફાની શરૂઆત કરાવવામાં માહિર છે. આ ઉપરાંત લખનૌ પાસે દીપક હુડા, કૃણાલ પંડ્યા અને વેસ્ટ ઈન્ડિઝનો જેસન હોલ્ડર અને મધ્યમક્રમમાં મનિષ પાંડે સારો સ્કોર કરી શકે છે.