ઇન્ડિયન પ્રિમિયર લીગમાં પંજાબ કિંગ્સ (PBKS) આજ સુધી એક વખત પણ ચેમ્પિયન બન્યું નથી. જોકે આ ટીમમાં હંમેશા એક કરતા વધુ ખેલાડીઓ સારા રહ્યા છે. આ ટીમમાં વીરેન્દ્ર સેહવાગ, એડમ ગિલક્રિસ્ટ જેવા તોફાની બેટ્સમેન અને મોહમ્મદ શમી અને અક્ષર પટેલ જેવા મજબૂત બોલરો રહ્યા છે. જોકે, આ ટીમ ફરી એકવાર પોતાના નવા કેપ્ટન મયંક અગ્રવાલના નેતૃત્વમાં વિસ્ફોટક બેટ્સમેનોની ટીમ સાથે મેદાનમાં છે. આજે યોજાનારી મેચ પહેલા જાણો પંજાબ કિંગ્સ માટે અત્યાર સુધી કયા ખેલાડીઓએ બનાવ્યા છે મોટા રેકોર્ડ.
પંજાબ કિગ્સ માટે સૌથી વધુ રનઃ આ રેકોર્ડ કેએલ રાહુલના નામે છે. તેણે PBKS માટે 2,548 રન બનાવ્યા છે.
PBKS માટે સર્વોચ્ચ સ્કોર: IPL 2020 માં KL રાહુલે RCB સામે 132 રન બનાવ્યા. પંજાબ કિંગ્સ માટે આ અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે.
પીબીકેએસ માટે શ્રેષ્ઠ બેટિંગ સરેરાશ: કેએલ રાહુલ આમાં પણ ટોચ પર છે. તેણે PBKS માટે 56.62ની એવરેજથી રન બનાવ્યા છે.
PBKS માટે સૌથી વધુ સ્ટ્રાઈક રેટ: આ રેકોર્ડ ગ્લેન મેક્સવેલના નામે છે. તેણે 157.69ના વિસ્ફોટક સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.
પીબીકેએસ માટે સૌથી વધુ અડધી સદી: કેએલ રાહુલે પંજાબ માટે 25 વખત પચાસથી વધુ રન બનાવ્યા છે.
PBKS માટે સૌથી વધુ વિકેટ: પીયૂષ ચાવલા આ બાબતમાં ટોચ પર છે. તેણે આ ટીમ માટે 84 વિકેટ લીધી છે.
PBKS માટે શ્રેષ્ઠ બોલિંગ સરેરાશ: આ રેકોર્ડ એડમ ગિલક્રિસ્ટના નામે છે. વાસ્તવમાં ગિલક્રિસ્ટે પંજાબ કિંગ્સ તરફથી માત્ર એક જ બોલ ફેંક્યો હતો અને તેમાં તેને એક વિકેટ પણ મળી હતી. આવી સ્થિતિમાં તે 0 બોલિંગ એવરેજ સાથે પંજાબ માટે શ્રેષ્ઠ બોલિંગ એવરેજ ધરાવતો ખેલાડી છે.
પીબીકેએસ માટે શ્રેષ્ઠ ઇકોનોમી રેટઃ આ કિસ્સામાં પણ એડમ ગિલક્રિસ્ટ ટોચ પર છે. તેનો ઇકોનોમી રેટ શૂન્ય છે.
PBKS માટે સર્વશ્રેષ્ઠ વિકેટકીપર: આ રેકોર્ડ રિદ્ધિમાન સહાના નામે છે. તેણે વિકેટ પાછળ 54 વિકેટ લીધી છે. તેણે 39 કેચ અને 15 સ્ટમ્પિંગ કર્યા છે.
PBKS માટે સૌથી વધુ મેચઃ આ રેકોર્ડ પીયૂષ ચાવલાના નામે છે. આ ખેલાડીએ PBKS માટે કુલ 87 મેચ રમી છે
IPL 2022: ભાવનગરનો આ ક્રિકેટર કાલની મેચમાં છવાયો, સચિને વખાણ કર્યા અને યુવરાજે સલાહ આપી...
India Air Force Recruitment: એરફોર્સમાં 10મું અને 12મું પાસ ઉમેદવારો માટે નીકળી, જાણો વિગત
આવતા સપ્તાહે સેમંસગ લૉન્ચ કરશે 6,000mAh બેટરી વાળો ફોન, ક્વાડ કેમેરા સાથે હશે આવા ફિચર્સ
Laxmi Ji Ke Upaye : આર્થિક સંકટ સામે ઝઝુમી રહ્યાં છો તો કરો આ ઉપાય લક્ષ્મીની વરસશે કૃપા