IPL 2023 Auction: ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL) આવતી સિઝન એટલે કે આઈપીએલ 2023 માટે હરાજીનું આયોજન 16 ડિસેમ્બરના રોજ બેંગલોરમાં કરાશે. ત્રણ વર્ષ બાદ ટૂર્નામેન્ટના હોમ અને અવે ફોર્મેટની વાપસી થશે. આ વર્ષે આઈપીએલની તમામ ટીમો એક મેચ હોમ ગ્રાઉન્ડ પર અને એક મેચ અન્ય મેદાન પર રમશે. આ ફોર્મેટ શરુઆતથી ચાલ્યું આવે છે પરંતુ કોરોના મહામારીના કારમે 2019 પછી થી આ ફોર્મેટ સાથે આઈપીએલ નહોતી રમાતી.
સીઝનની શરુઆત માર્ચના છેલ્લા અઠવાડીયામાં થઈ શકે
IPLની 16મી સીઝનની શરુઆત માર્ચના છેલ્લા અઠવાડીયામાં થઈ શકે છે. 2019 બાદથી આઈપીએલની છેલ્લી બે સીઝનનું ભારત બહાર આયોજીન થયું હતું. 2021ની સીઝન ભારતમાં શરુ તો થઈ હતી. પરંતુ અધવચ્ચે જ કોરોના સંક્રમણના કારણે આઈપીએલને UAE શિફ્ટ કરવી પડી હતી. 2022ની સિઝનને સંપુર્ણ રીતે ભારતમાં જ રમાડવામાં આવી હતી. પરંતુ સીઝનના લિગ સ્ટેજની મેચો ફક્ત ત્રણ શહેરોમાં આયોજીત થઈ હતી. પ્લેઓફનું આયોજન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં કરાયું હતું.
ટીમોનું સેલેરી પર્સ 95 કરોડ રુપિયા કરવામાં આવી શકે
IPL 2022 માટે થયેલા મેગા ઓક્શનમાં ટીમોને 90 કરોડ રુપિયાની સેલેરી પર્સ મળ્યું હતું. પરંતુ આ વર્ષે હરાજીમાં ટીમોનું સેલેરી પર્સ 95 કરોડ રુપિયા કરવામાં આવી શકે છે. ગત વર્ષે મેગા ઓક્શન થયું હતું પરંતુ સિઝન માટે મિની ઓક્શન આયોજીત થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના (BCCI) પ્રમુખ પદેથી હટવાની પહેલાં સૌરવ ગાંગુલીએ સ્ટેટ એસોશિયેશનને મોકલેલા પત્રમાં જણાવ્યું હતું કે આઈપીએલની સિઝનનું આયોજન હોમ અને અવે ફોર્મેટમાં કરવામાં આવે.
આજથી ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ
ICC T20 વર્લ્ડ કપ 2022 આજથી (16 ઓક્ટોબર) શરૂ થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયામાં આ વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લેવા જઈ રહી છે. આ 16 ટીમો માંથી 8 ટીમ સીધા જ ગ્રુપ-12 સ્ટેજ માટે ક્વોલિફાય થઈ ગઈ છે, જ્યારે બાકીની 4 ટીમો ક્વોલિફિકેશન રાઉન્ડ જીતીને પોતાનું સ્થાન નક્કી કરશે. આ મેગા ટુર્નામેન્ટ કુલ ત્રણ તબક્કામાં રમાઈ રહી છે, જેમાં રાઉન્ડ 1, સુપર-12 અને પ્લેઓફ મેચોનો સમાવેશ થાય છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં 4-4 ટીમોના બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે. જેમાં પોતપોતાના ગ્રુપમાં ટોપ-2 ટીમ સુપર 12 સ્ટેજમાં પહોંચશે. ત્યાર પછી સુપર-12 તબક્કામાં 6-6 ટીમોના બે ગ્રૂપ હશે, જેમાં તેમના ગ્રૂપમાં ટોપ-2 ટીમો સેમિફાઈનલમાં પ્રવેશ કરશે.
ટીમ ઈન્ડિયાની પહેલી મેચ PAK સાથે
ભારતીય ટીમની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં પાકિસ્તાન સામે છે. આ પછી 27 ઓક્ટોબરે તેનો મુકાબલો ગ્રુપ-એની રનર-અપ ટીમ સાથે થશે. ત્યારબાદ રોહિત બ્રિગેડ 30 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા અને 2 નવેમ્બરે બાંગ્લાદેશ સામે ટકરાશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા સુપર-12 તબક્કાની છેલ્લી મેચ 6 નવેમ્બરે ગ્રુપ-બીની વિજેતા ટીમ સામે ટકરાશે.