BCCI To Host 2 IPL in One Calendar Year: ઈન્ડિયન પ્રીમિયર લીગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વર્ષમાં બે વાર આ લીગનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે. હાલમાં લીગની 17મી સિઝન 22 માર્ચથી રમાશે. IPL 2024 ની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચથી થશે.


નોંધનીય છે કે આ પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ એક વર્ષમાં બે આઈપીએલની વાત કરી હતી. એક વર્ષમાં બે આઈપીએલની વાત કરનાર રવિ શાસ્ત્રી પ્રથમ હતા એમ કહેવું ખોટું નહીં હોય. તેણે કહ્યું હતું કે આ લીગની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં એક વર્ષમાં બે આઈપીએલનું આયોજન કરવામાં આવી શકે છે.


એક વર્ષમાં બે આઇપીએલ માટે વિન્ડો શોધી રહી છે બીસીસીઆઇ ? 
BCCI માટે સૌથી મોટો પડકાર યોગ્ય વિન્ડો શોધવાનો છે. હકીકતમાં, વર્ષમાં બે આઈપીએલ ત્યારે જ શક્ય બનશે જો વર્ષમાં કોઈ આઈસીસી ઈવેન્ટ ના હોય અથવા તો ઘણી દ્વિપક્ષીય સીરીઝનું આયોજન ના થાય.


આઈપીએલના ચેરમેન અરુણ ધૂમલે આ ચેલેન્જ સ્વીકારી હતી. જોકે, તેમણે વિકલ્પો શોધવાની પણ વાત કરી હતી. તેમને ધ ટેલિગ્રાફને કહ્યું કે "અમારે 84 મેચો અને પછી 94 મેચો માટે વિન્ડો શોધવાની જરૂર છે," 


શું ટી20ની જગ્યાએ ટી10 ફૉર્મેટમાં રમાશે આઇપીએલ ? 
બીસીસીઆઈ માટે એક વર્ષમાં બે આઈપીએલ માટે વિન્ડો શોધવી સરળ નથી. હા, શક્ય છે કે BCCI બીજી IPL T20ની જગ્યાએ T10 ફોર્મેટમાં આયોજિત કરી શકે. આવી સ્થિતિમાં મેચ ઓછી વિન્ડોમાં યોજી શકાય છે. જોકે, IPLના અધ્યક્ષ અરુણ ધૂમલે પુષ્ટિ કરી છે કે T10 ફોર્મેટને લઈને હજુ સુધી કોઈ ચર્ચા થઈ નથી. જો કે, તેણે એમ પણ કહ્યું કે ભવિષ્યમાં કોઈપણ નિર્ણય રમતના શ્રેષ્ઠ હિતમાં લેવામાં આવશે.