આઈપીએલ 15 (IPL 2022)  માં સનરાઈઝર્સે હૈદરાબાદ (Sunrisers Hyderabad)એ પંજાબ કિંગ્સ  (Punjab Kings) ને  7 વિકેટથી હાર આપી. આ મેચમાં ટીમના જીતના હીરો ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) અને ઉમરાન મલિક રહ્યા. ભુવનેશ્વર કુમારે  3  અને ઉમરાન મલિકે  4  વિકેટ ઝડપી હતી. આ મેચમાં એક મોટો રેકોર્ડ ભુવનેશ્વર કુમારે પોતાની નામે કર્યો છે.


ભુવનેશ્વર કુમારે રેકોર્ડ બનાવ્યો હતો


આ મેચમાં ભુવનેશ્વર કુમારે ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તેણે IPLમાં 150 વિકેટ પૂરી કરી લીધી છે. આમ કરનાર તે એકંદરે 7મો અને ભારતનો 5મો બોલર છે. આ સિવાય તે પ્રથમ ભારતીય ઝડપી બોલર છે, જેણે આ કારનામું કર્યું છે. તેણે 2011માં પૂણે વોરિયર્સ તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 138 મેચોમાં 150 વિકેટ લીધી છે, જે દરમિયાન તેણે 7.32ની ઈકોનોમીથી રન આપ્યા છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 19 રનમાં 5 વિકેટ છે.


સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બ્રાવોના નામે છે


IPLમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ડ્વેન બ્રાવોના નામે છે. આ પછી મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગા છે. તેના નામે 170 વિકેટ છે. તે પછી અમિત મિશ્રા (166), પીયૂષ ચાવલા (157), યુઝવેન્દ્ર ચહલ (151) અને હરભજન સિંહ (150) છે. ભારતીય ઝડપી બોલરોમાં બુમરાહ પછી ભુવનેશ્વર કુમારનો નંબર આવે છે, જેણે 134 વિકેટ લીધી છે.


IPLના ઈતિહાસમાં સૌથી વધુ ફાસ્ટ બોલિંગ કરનાર ટોપ 5 બોલર


IPL હંમેશા બેટ્સમેનની રમત માનવામાં આવે છે. જો કે આ પછી પણ ઘણી વખત ફાસ્ટ બોલરો પોતાની સ્વિંગ અને ઝડપથી ચાહકોનું દિલ જીતી લે છે. IPLના ઈતિહાસમાં ઘણા ફાસ્ટ બોલરોએ પોતાની સ્પીડથી બેટ્સમેનોને ચોંકાવી દીધા છે. તેમાંથી 5 બોલરની યાદી તમને જણાવી રહ્યા છીએ જેમણે આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ બનાવ્યો છે.


એનરીચ નોર્ટજે - 156.22 kmph
સાઉથ આફ્રીકાના આ ફાસ્ટ બોલર પોતાની બોલિંગની રફ્તાર અને કંટ્રોલના કારણે બધાને ચોંકાવી દીધા છે. એનરીચ આઈપીએલમાં સૌથી ફાસ્ટ બોલિંગ કરનાર બોલર છે. તેણે 2022માં રાજસ્થાન સામે આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો. આ દરમિયાન આ બોલનો સામને જોસ બટલરે કર્યો હતો.


ડેલ સ્ટેન - 154.40 kmph
પોતાના સુવર્ણકાળમાં ડેલ સ્ટેન દુનિયાનો સૌથી ખતરનાક બોલર હતો. તેણે ટેસ્ટ ક્રિકેટમાં સાઉથ આફ્રિકા માટે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. ડેલ સ્ટેને 2012માં આઈપીએલમાં ડેક્કન ચાર્જર્સની ટીમમાં રમતાં 155 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ કરી હતી.


કગિસો રબાડા - 154.23 kmph
સાઉથ આફ્રિકાનો આ બેટ્સમેન પાછલા ઘણા વર્ષોથી આઈપીએલમાં પોતાનો જલવો બતાવી રહ્યો છે. તેણે આઈપીએલમાં 16 વખત 150 કિમી પ્રતિકલાકની ઝડપથી બોલિંગ કરી છે. કગિસો રબાડાની આઈપીએલમાં સૌથી વધુ બોલિંગ સ્પિડ 154.23 કિમી પ્રતિ કલાકની રહી છે.



લૉકી ફર્ગ્યુસન - 153.84 KMpH
ફર્ગ્યુસન છેલ્લા ઘણા વર્ષોથી દુનિયાનો સૌથી ફાસ્ટ બોલરમાંનો એક બોલર રહ્યો છે. તેણે આઈપીએલ 2020માં પોતાની બોલિંગ સ્પિડનો જાદુ બતાવ્યો હતો. આ સિરિઝમાં લૉકી ફર્ગ્યુસને  153.84 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેંક્યો હતો.


જોફ્રા આર્ચર - 153.62 kmph
જોફ્રા આર્ચર પોતાની ઝડપ માટે દુનિયાભરમાં જાણીતો છે. આઈપીએલમાં સૌથી વધુ ફાસ્ટ બોલિંગ કરવામાં જોફ્રાએ પોતાનું નામ નોંધાવ્યું છે. તેણે આઈપીએલમાં 153.62 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેંક્યો હતો. આ બોલ ફેંક્યા બાદ જોફ્રા આર્ચર આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી બોલિંગ કરનાર બોલરની યાદીમાં આવી ગયો હતો.


ઉમરાન મલિક - 151.03 kmph
આ લિસ્ટમાં ભારતના સૌથી ફાસ્ટ બોલરની વાત કરીએ તો આ યાદીમાં ઉમરાન મલિકનું નામ આવે છે. ઉમરાને આ વર્ષે પોતાની ફાસ્ટ બોલિંગથી બધાને ચોંકાવી દીધા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં 151.03 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. આ પહેલાં આ રેકોર્ડ નવદીપ સૈનીના નામે હતો. ઉમરાન મલિક હાલ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ માટે રમીને સારું પ્રદર્શન કરી રહ્યો છે.