IPL 2022: આઈપીએલની સફળતા તેની રોમાંચક મેચોના કારણે જળવાઈ રહી છે. પરંતુ આ રોમાંચક મેચોનો ક્રેઝ ટીવીના દર્શકોમાં ઘટતો હોય તેવું લાગી રહ્યું છે. આ IPLની 15મી સિઝનના બીજા અઠવાડિયામાં તેની ટીવી વ્યુઅરશિપમાં મોટો ઘટાડો થયો છે. રિપોર્ટમાં આવેલા આંકડા પ્રમાણે બીજા અઠવાડિયામાં વ્યુઅરશિપમાં 33%નો ઘટાડો જોવા મળ્યો છે.


ટીવી પર મેચ જોતા દર્શકોને IPLની સૌથી મોટી સંપત્તિ માનવામાં આવે છે. ટીવીની વ્યૂઅરશિપના આંકડા જાહેર કરતી ટેલિવિઝન વ્યૂઅરશિપ મોનિટરિંગ એજન્સી BARCના રિપોર્ટ અનુસાર, IPL દર્શકોની સંખ્યા પ્રથમ સપ્તાહમાં 3.57 મિલિયનને બદલે 2.52 મિલિયન રહી હતી. આ ઘટાડો પ્રથમ સપ્તાહની સરેરાશ રીચ 267 મિલિયનથી 14 ટકા ઘટીને 229 મિલિયન થઈ ગયો છે. BARCનો આ રિપોર્ટ 1 મિનિટ માટે આઈપીએલ જોનારા દર્શકોને ગણીને તૈયાર કરવામાં આવે છે.


અત્યાર સુધી એવો ટ્રેન્ડ જોવા મળતો હતો કે, દરેક સિઝનમાં પ્રથમ અઠવાડિયાથી શરુ કરીને સિઝનના અંત સુધી IPLના દર્શકોની સંખ્યા જળવાઈ રહેતી હતી. આ વર્ષે IPLની શરુઆત 26 માર્ચથી થઈ છે અને ત્યારથી મેચો રમાઈ રહી છે. IPLની આ સિઝનમાં ચેન્નાઈ અને કોલકાતા વચ્ચે રમાયેલી પ્રથમ મેચ અને પહેલા અઠવાડિયાના રવિવારે રમાયેલી પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ 100 મિલિયન દર્શકોનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. પહેલીવાર IPLના દર્શકોની સંખ્યામાં પ્રથમ સપ્તાહ બાદ 33 ટકાનો ઘટાડો થયો છે. IPL 2023 થી 2027 સીઝન માટે મીડિયા અને પ્રસારણના રાઈટ્સ ખરીદવા માટેની હરાજી જૂનમાં થવાની છે. આગામી 5 સીઝન માટે બોર્ડે મીડિયા અને પ્રસારણ રાઈટ્સ માટે લગભગ 33 હજાર કરોડ રૂપિયાની રકમ નક્કી કરી છે. 


આ પણ વાંચોઃ


IPL 2022: ડુપ્લેસિસે ડેવિડ વિલીને આપી હતી RCBનું વિજય ગીત લખવાની જવાબદારી, વીડિયોમાં જુઓ ગીતનું મેકિંગ