IPL 2022 Final GT vs RR : ડેબ્યૂ સીઝનમાં ગુજરાત ટાઈટન્સે ઈતિહાસ રચ્ચો, રાજસ્થાનને હરાવી બન્યું ચેમ્પિયન
ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની ફાઈનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે હરાવ્યું હતું. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 130 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 18.1 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ગુજરાત તરફથી શુભમન ગિલે અણનમ 45 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તે જ સમયે, મિલરે 19 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા. ગુજરાત ડેબ્યૂ સિઝનમાં ટાઈટલ જીતનારી બીજી ટીમ બની ગઈ છે.
ગુજરાત ટાઈટન્સે ઈતિહાસ રચતા આઈપીએલ 2022નો ખિતાબ પોતાના નામે કર્યો છે. ફાઈનલ મેચમાં ગુજરાતની ટીમે રાજસ્થાનને હાર આપી છે. ગુજરાતની ટીમ તરફથી શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાએ શાનદાર ઈનિંગ રમી હતી.
ગુજરાત ટાઈટન્સની ટીમનો મોટો ઝટકો લાગ્યો છે. યુજવેંદ્ર ચહલની બોલિંગમાં હાર્દિક પંડ્યા 34 રન બનાવી આઉટ થયો છે. ગુજરાતની ટીમે 14 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 89 રન બનાવી લીધા છે.
ગુજરાત ટાઈટન્સની ટીમે શાનદાર બેટિંગ કરતા 12 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 77 રન બનાવી લીધા છે. હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ ખૂબ જ શાનદાર બેટિંગ કરતા 50 રનથી વધુની પાર્ટનરશીપ કરી છે.
ગુજરાત ટાઈટન્સની ટીમે 5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 25 રન બનાવી લીધા છે. હાલ શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા મેદાનમાં છે.
ગુજરાત ટાઈટન્સની ટીમને લાગ્યો બીજો મોટો ઝટકો. મેથ્યુ વેડ માત્ર 8 રન બનાવી આઉટ થયો છે. હાલ શુભમન ગિલ મેદાનમાં છે.
ગુજરાત ટાઈટન્સની ટીમને પ્રથમ ઝટકો લાગ્યો છે. રિદ્ધિમાન સહા 5 રન બનાવી આઉટ થયો છે. હાલ ગુજરાતની ટીમે 2.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 11 રન બનાવી લીધા છે.
IPL 2022 Final GT vs RR Live: રાજસ્થાન રોયલ્સે 9 વિકેટ ગુમાવી ગુજરાતને જીતવા માટે 131 રનનો ટાર્ગેટ આપ્યો છે. રાજસ્થાન તરફથી જયશ્વાલે 22 રન, બટલરે 39, સંજૂ સેમસન 14 અને પરાગે 15 રન બનાવ્યા હતા. રાજસ્થાનના બેટ્સમેનનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ગુજરાત ટાઈટન્સ તરફથી હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી.
રાજસ્થાન રોયલ્સની ટીમનો સ્કોર 100 રનને પાર પહોંચ્યો છે. રાજસ્થાનની ટીમે 16.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 102 રન બનાવી લીધા છે. ગુજરાત તરફથી હાર્દિક પંડ્યાએ ખૂબ જ શાનદાર બોલિંગ કરી છે.
રાજસ્થાન રોયલ્સની ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. આર સાંઈ કિશોરના બોલ પર રવિચંદ્રન અશ્વિન કેચ આઉટ થયો છે.
રાજસ્થાનની ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. હેટમાયર 11 રન બનાવી આઉટ થયો છે. હાર્દિક પંડ્યાએ આ વિકેટ ઝડપી હતી. રાજસ્થાનની ટીમે 15 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 94 રન બનાવ્યા છે.
IPL 2022 Final GT vs RR Live: રાજસ્થાન રોયલ્સને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. જોસ બટલર 39 રન બનાવી આઉટ થયો છે. હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરતા 2 વિકેટ ઝડપી છે.
રાજસ્થાન રોયલ્સને લાગ્યો બીજો ઝટકો, હાર્દિક પંડ્યાના બોલ પર સંજૂ સેમસન 14 રન બનાવી આઉટ થયો છે. રાજસ્થાનની ટીમે હાલ 8.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 60 રન બનાવ્યા છે.
રાજસ્થાન રોયલ્સનો સ્કોર 50 રનને પાર થયો છે. જોસ બટલર 18 રન બનાવી હાલ રમતમાં છે. રાજસ્થાનની ટીમે 6.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 53 રન બનાવી લીધા છે.
રાજસ્થાન રોયલ્સની ટીમને પ્રથમ ઝટકો લાગ્યો છે. યશશ્વી જયસ્વાલ 22 રન બનાવી આઉટ થયો છે. રાજસ્થાનની ટીમે 4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 31 રન બનાવી લીધા છે.
રાજસ્થાન રોયલ્સની ટીમે 3 ઓવર બાદ એક પણ વિકેટ ગુમાવ્યા વગર 21 રન બનાવી લીધા છે. યશશ્વી જયશ્વાલ અને જોસ બટલર હાલ બંને મેદાન પર છે.
આજની મેચમાં ગુજરાત ટાઇટન્સ ટોસ હાર્યું હતું. આજની મેચ માટે ગુજરાત ટાઇટન્સ ટીમનો પ્લેઇંગ 11 આ પ્રમાણે છે - રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, મેથ્યુ વેડ, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, આર સાઈ કિશોર, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી, યશ દયાલ.
આજની મેચનો ટોસ રાજસ્થાન રોયલ્સે જીત્યો હતો. આજની મેચ માટે રાજસ્થાન રોયલ્સ ટીમનો પ્લેઈંગ 11 આ પ્રમાણે છે - યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન, દેવદત્ત પડીકલ, શિમરન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, ઓબેદ મેકકોય, પ્રણંદ કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ
ફાઈનલ મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાને પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. ટોસ બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું કે તે પહેલા બોલિંગ કરવા માંગે છે. સ્ટેડિયમમાં આજે એક લાખ 25 હજારથી વધુ દર્શકો છે.
IPL 2022નો સમાપન સમારોહ શરૂ થઈ ગયો છે. બોલિવૂડ એક્ટર રણવીર સિંહ ગ્રાઉન્ડ પર પરફોર્મ કરી રહ્યો છે.
IPL 2022માં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે બે મેચ રમાઈ છે. ગુજરાતે બંને મેચ જીતી છે. ટુર્નામેન્ટની 24મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. ગુજરાતે આ મેચ 37 રનથી જીતી હતી, જ્યારે ક્વોલિફાયર 1માં જ્યારે બંને ટીમો સામસામે હતી, ત્યારે ગુજરાતે મેચ જીતી હતી અને રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું હતું.
IPL 2022માં નવી ટીમ ગુજરાત ટાઇટન્સે શાનદાર પ્રદર્શન કર્યું છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમે 14માંથી 10 મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. ગુજરાતે ક્વોલિફાયર 1માં રાજસ્થાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે ફાઇનલમાં પણ ગુજરાતનો સામનો રાજસ્થાન સામે છે. ગુજરાતની ફાઇનલ મેચ તેના હોમ ગ્રાઉન્ડ એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
વર્ષ 2018માં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં છેલ્લી વખત સમાપન સમારોહ યોજાયો હતો. 2019માં પુલવામા હુમલા અને 2020-2021માં કોરોના મહામારીના કારણે ઈવેન્ટ સ્થગિત કરવામાં આવી હતી. IPL 2022 ના સમાપન સમારોહમાં ભારતની આઝાદીના 75 વર્ષની સ્મૃતિમાં ટીમ ઈન્ડિયાની 75 વર્ષની સફરનું પ્રદર્શન કરવામાં આવશે.
GT vs RR ફાઇનલ: IPL 2022 ના સમાપન સમારોહમાં ઝારખંડના છઉ નૃત્યના કલાકારો પણ પરફોર્મ કરશે. પ્રભાત કુમાર મહતોની આગેવાનીમાં 10 સભ્યોની છઉ ડાન્સ ટીમ અમદાવાદ પહોંચી ગઈ હતી. આ ટીમે ભૂટાન, UAE અને ચીન સહિત ઘણા દેશોમાં પોતાની કળાનું પ્રદર્શન કર્યું છે. પ્રભાત મહતોનું ગ્રુપ માનભૂમ છઉ રજૂ કરશે, જે છઉ નૃત્યના સૌથી પ્રસિદ્ધ સ્વરૂપોમાંનું એક છે.
મિસ્ટર પરફેક્ટ આમિર ખાનનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. તેની ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મ લગાનમાં ભજવેલા તેના પાત્રને કોઈ કેવી રીતે ભૂલી શકે, પરંતુ હવે આમિર ખાનનો આ પ્રેમ એક અલગ જ સ્તરે પહોંચી ગયો છે. IPL 2022ની ફાઈનલ મેચમાં આમિર ખાન પણ ક્રિકેટ કોમેન્ટ્રી કરતો જોવા મળશે અને આ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવશે.
IPL 2022 નો સમાપન સમારોહ સાંજે 6.25 વાગ્યે શરૂ થશે. તમે આ સમારોહને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર લાઈવ જોઈ શકો છો. તેનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hot Star એપ પર પણ જોઈ શકાય છે. ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન અને બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ આ સમાપન સમારોહના ખાસ આકર્ષણ રહેશે. નીતિ મોહન પણ રહેમાન સાથે રિહર્સલ કરતી જોવા મળી છે. એટલે કે તે કલાકારોની યાદીમાં પણ સામેલ છે. બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પણ અહીં ડાન્સ કરવા જઈ રહી છે. આ ઉપરાંત 10 રાજ્યોમાંથી લોક કલાકારો પણ આવશે જેઓ IPLની 10 ટીમોના રંગમાં રંગાઈ જશે. આ ઈવેન્ટમાં સેલિબ્રિટી અને તમામ કલાકારો સહિત કુલ 700 લોકો પરફોર્મ કરશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની ફાઈનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટાઇટલ મેચમાં હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ અને સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સ સામસામે ટકરાશે.
IPL 2022 Final GT vs RR Live Updates: અહીં તમને ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાનારી ટાઇટલ મેચનો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
બ્રેકગ્રાઉન્ડ
IPL 2022 Final Gujarat Titans vs Rajasthan Royals LIVE Updates: ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની ફાઈનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટાઇટલ મેચમાં હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ અને સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સ સામસામે ટકરાશે. ટોસ સાંજે સાત વાગ્યે થશે અને ફાઇનલ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
સમાપન સમારોહ 6.25 વાગ્યે શરૂ થશે
IPL 2022નો સમાપન સમારોહ સાંજે 6.25 વાગ્યે શરૂ થશે. તમે આ સમારોહને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર લાઈવ જોઈ શકો છો. તેનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hot Star એપ પર પણ જોઈ શકાય છે. ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન અને બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ આ સમાપન સમારોહનું ખાસ આકર્ષણ રહેશે. નીતિ મોહન પણ રહેમાન સાથે રિહર્સલ કરતી જોવા મળી છે. એટલે કે તે કલાકારોની યાદીમાં પણ સામેલ છે. બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પણ અહીં ડાન્સ કરવા જઈ રહી છે. આ ઉપરાંત 10 રાજ્યોમાંથી લોક કલાકારો પણ આવશે જેઓ IPLની 10 ટીમોના રંગમાં રંગાઈ જશે. આ ઈવેન્ટમાં સેલિબ્રિટી અને તમામ કલાકારો સહિત કુલ 700 લોકો પરફોર્મ કરશે.
અનેક દિગ્ગજો હાજર રહેશે
BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ, IPL અધ્યક્ષ બ્રજેશ પટેલ અને બોર્ડના અન્ય અધિકારીઓ સમાપન સમારોહથી મેચના અંત સુધી સ્ટેડિયમમાં હાજર રહેશે. સ્ટેડિયમમાં કેટલાક રાજકીય ચહેરાઓ પણ જોવા મળી શકે છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનોને પણ સ્ટેડિયમની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -