CSK vs MI, Innings Highlights: IPL 2022માં આજે  મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. ટોસ જીત્યા બાદ મુંબઈએ પહેલાં બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના બોલરોએ ચેન્નાઈ સુપર કિંગ્સના બેટિંગ ઓર્ડરને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી નાખ્યો હતો. ચેન્નાઈની ટીમ માત્ર 97 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સનો હીરો ડેનિયલ સેમ્સ રહ્યો હતો તેને ચાર ઓવરમાં 16 રન આપીને ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. તેના સિવાય મેરેડિથે 27 રનમાં 2 જ્યારે કુમાર કાર્તિકેયે 22 રનમાં 2 વિકેટ લીધી હતી. આ સિવાય બુમરાહ અને રમનદીપને પણ એક-એક વિકેટ ઝડપી હતી. આ સાથે જ ચેન્નાઈ માટે મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી વધુ 36 રન બનાવ્યા હતા અને અણનમ રહ્યો હતો.


ચેન્નાઈના બેટ્સમેન નિષ્ફળ રહ્યાઃ
ચેન્નાઈની શરૂઆત ખરાબ રહી હતી. ટીમના ઓપનર બેટ્સમેન કોનવેનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું હતું. તે ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. સેમ્સે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. તેના આઉટ થયા બાદ મોઈન અલી પણ ખાતુ ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. તેના આઉટ થયા બાદ ચેન્નાઈનો સ્કોર 2 વિકેટે 2 રન થઈ ગયો હતો. તેના આઉટ થયા બાદ ઉથપ્પા પણ 1 રન બનાવીને બુમરાહનો શિકાર બન્યો હતો.


માત્ર 5 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ CSKના ચાહકોને ગાયકવાડ પાસેથી ઘણી આશાઓ હતી. પરંતુ તે પણ 7 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ રાયડુ 10 અને શિવમ દુબે પણ 10 રન બનાવીને આઉટ થયા હતા.


ધોનીએ ટીમની કમાન સંભાળીઃ
6 વિકેટ પડી ગયા બાદ ધોની ફરી એકવાર મુશ્કેલી નિવારકની ભૂમિકામાં દેખાયો અને તેણે બ્રાવો સાથે ઇનિંગ્સને સંભાળી હતી. જોકે, બ્રાવો પણ 12 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ કોઈ પણ બેટ્સમેન લાંબા સમય સુધી મેદાન પર ટકી શક્યો નહોતો અને આખી ટીમ 97 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ચેન્નાઈ માટે ધોનીએ સૌથી વધુ અણનમ 36 રનની ઇનિંગ રમી હતી.