IPL 2022ની આજથી શરૂઆત થશે. પ્રથમ મેચ ચેન્નઇ સુપરકિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે. બંન્ને ટીમો નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. ચેન્નઈનો કેપ્ટન રવિન્દ્ર જાડેજા હશે જ્યારે શ્રેયસ ઐયર કોલકાતાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. અહી બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન કઇ હોઇ શકે છે તેની જાણકારી આપવામાં આવી છે.


IPL 2022ની મેગા ઓક્શન બાદ તમામ ટીમોના ખેલાડીઓ બદલાઈ ગયા છે. CSK અને KKR પણ તેનાથી અલગ નથી. આ બંનેમાં પણ ઘણા ખેલાડીઓ બદલાયા છે. આવી સ્થિતિમાં, પ્રથમ મેચમાં પ્લેઇંગ ઇલેવન કેવી હશે, ટીમ કોમ્બિનેશન કેવું હશે, તેના વિશે માત્ર અટકળો જ લગાવી શકાય છે.


આ ખેલાડીઓને CSKમાં તક મળી શકે છે


ચેન્નઈ સુપર કિંગ્સની ઓપનિંગ જોડી આ વખતે નવી હશે. ટીમ રોબિન ઉથપ્પા અથવા ડેવોન કોનવેને ઋતુરાજ ગાયકવાડ સાથે ઓપનિંગ કરાવશે.  પ્રથમ મેચ માટે મિડલ ઓર્ડરમાં અંબાતી રાયડુ, ડ્વેન બ્રાવો અને રવિન્દ્ર જાડેજા હશે. ધોની વિકેટ કીપર બેટ્સમેનની ભૂમિકામાં હશે.


પ્રથમ મેચમાં યુવા ઓલરાઉન્ડર રાજવર્ધન હંગરગેકર અને શિવમ દુબેને તક મળી શકે છે. એડમ મિલ્ન અને મહિષ તિક્ષણાને તક આપવામાં આવી શકે છે.


ચેન્નઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન


ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, ડેવોન કોનવે, અંબાતી રાયડુ, ડ્વેન બ્રાવો, રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), એમએસ ધોની, શિવમ દુબે, રાજવર્ધન હંગરગેકર, એડમ મિલ્ને, મહિષ તિક્ષણા.


KKR આ ખેલાડીઓને તક આપી શકે છે


કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પણ ઓપનિંગ જોડી એક મોટો પ્રશ્ન હશે. વેંકટેશ અય્યર સાથે સેમ બિલિંગ્સ અથવા સુનીલ નારાયણ ઓપનિંગ કરી શકે છે. આ સિવાય મિડલ ઓર્ડરમાં ટીમમાં કેપ્ટન શ્રેયસ અય્યર, નીતિશ રાણા અને આન્દ્રે રસેલ બિગ હિટર ઓલરાઉન્ડર તરીકે હશે. KKRના સૌથી મોટા મેચ વિનર આન્દ્રે રસેલનું પ્લેઈંગ ઈલેવનમાં હોવું નિશ્ચિત છે. બોલરોમાં ઉમેશ યાદવ, શિવમ માવી પ્લેઈંગ ઈલેવનમાં હોઈ શકે છે. સાથે જ મિસ્ટ્રી સ્પિનર ​​વરુણ ચક્રવર્તી પણ આ ટીમની તાકાત વધારે છે.


કોલકાતા નાઈટ રાઈડર્સ સંભવિત પ્લેઈંગ ઈલેવન


વેંકટેશ ઐયર, સેમ બિલિંગ્સ, શ્રેયસ ઐયર, નીતિશ રાણા, શેલ્ડન જેક્સન, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ટિમ સાઉથી, ઉમેશ યાદવ, શિવમ માવી, વરુણ ચક્રવર્તી