IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની શરૂઆત આજથી શરૂ થવા જઇ રહી છે. માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે આજે પ્રથમ મેચમાં ટક્કર જોવા મળશે. પરંતુ સિઝનની શરૂઆત થાય તે પહેલા જ રાજસ્થાન રૉયલ્સ કેમ્પમાં વિવાદ ઉભો થઇ ગયો છે. 


ખરેખરમાં, રાજસ્થાન રૉયલ્સના સોશ્યલ મીડિયા હેન્ડલ પર પોતાના કેપ્ટન સંજૂ સેમસનને લઇને એક મીમ પૉસ્ટ કરવામાં આવ્યુ હતુ. રાજસ્થાન રૉયલ્સ દ્વારા પૉસ્ટ કરવામાં આવેલુ આ મીમ કેપ્ટન સંજૂ સેમસનને પસંદ ના આવ્યુ અને તેને એક ટ્વીટ કરતા ટીમને પ્રૉફેશનલ વલણ અપનાવવાની સલાહ આપી દીધી. ખરેખરમાં, રાજસ્થાન રોયલ ટીમ સોશિયલ મીડિયા પર સંજૂ સેમસનની ફની તસવીર પૉસ્ટ કરી હતી. પરંતુ લાગી રહ્યુ છે કે આ ટ્વીટથી ટીમના કેપ્ટન સંજુ સેમસન નારાજ થયા છે. 




IPL શરૂ થવાના એક દિવસ પહેલા, ટીમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી સંજુ સેમસન (Sanju Samson) નો એક ફોટો શેર કરવામાં આવ્યો હતો. જેમાં તેના માથા પર મોટી ટોપી સાથે કાનમાં બુટ્ટી લટકેલી છે. તેની આંખો પર ડાર્ક ચશ્મા પણ છે. કેપ્શનમાં લખ્યું હતું – કેટલો સુંદર દેખાવ.


સંજુ સેમસનને આ પોસ્ટ ગમી ન હતી. તેણે તેના પર લખ્યું, ‘મિત્રો માટે આ બધું કરવું ઠીક છે પરંતુ ટીમ પ્રોફેશનલ હોવી જોઈએ.’ આ સાથે તેણે ટ્વિટર પર ટીમને અનફોલો પણ કરી દીધી હતી. સંજુના આ ટ્વીટ બાદ જોકે, થોડીજ વારમાં રાજસ્થાન રોયલ્સના ઓફિશિયલ હેન્ડલ પરથી સેમસનનો ફોટો ડિલીટ કરી દીધો હતો. 














---