ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સના ઓપનર ડેવિડ વોર્નરે કહ્યું હતું કે તે ફરી એકવાર દિલ્હી ફ્રેન્ચાઈઝી સાથે જોડાવા માટે ઉત્સાહિત છે. ઓસ્ટ્રેલિયન ખેલાડીએ 2009માં દિલ્હી ફ્રેન્ચાઈઝી સાથે તેની આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તે લાંબા સમય સુધી સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો. વોર્નરને IPL 2022ની હરાજીમાં દિલ્હી કેપિટલ્સે 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
દિલ્હી કેપિટલ્સનો ઉલ્લેખ કરતાં વોર્નરે કહ્યું, "ફ્રેન્ચાઇઝીમાં પાછા આવવું રોમાંચક છે, જેણે મારી IPL કારકિર્દીની શરૂઆતમાં મોટો ભાગ ભજવ્યો હતો. આસપાસ કેટલાક પરિચિત ચહેરાઓ અને કેટલાક નવા ચહેરાઓ છે, તેથી હું ટીમ સાથે જોડાઇને ઉત્સાહિત છું.
વોર્નરે દિલ્હીના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ સાથે કામ કરવાની તક વિશે પણ વાત કરી હતી. વોર્નરે કહ્યું કે રિકીને ડીસી સાથે ઘણી સફળતા મળી છે. તે ઓસ્ટ્રેલિયા માટે એક મહાન કેપ્ટન હતા અને હવે કોચ તરીકે ખૂબ સન્માનિત છે. હું તેમની સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું."
લખનઉ સુપર જાયન્ટ્સ સામે દિલ્હી કેપિટલ્સની આગામી મેચ અંગે વાત કરતા વોર્નરે કહ્યું કે અમારે ફક્ત અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની અને સંપૂર્ણ રમત રમવાની જરૂર છે. નોંધનીય છે કે દિલ્હી કેપિટલ્સ 7મી એપ્રિલે મુંબઈમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે ટકરાશે. વોર્નરને આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.
New Maruti Ertiga Automatic : મારુતિની ઓટોમેટિક અર્ટિગા ટૂંક સમયમાં થશે લોન્ચ, નવા ફીચર્સ પણ મળશે
Gold Price Today: સોના-ચાંદીના ભાવ આજે પણ ઘટ્યા, જાણો કેટલું સસ્તું થયું 10 ગ્રામ સોનું?