KKR vs MI: કોલકત્તા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિયન્સની વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર 2022ની 14મી મેચ ગઇકાલે રમાઇ. આમાં કેકેઆરે 5 વિકેટથી જીત હાંસલ કરી, અને પૉઇન્ટ ટેબલમાં ટૉપ પહોંચી ગઇ. પરંતુ આ મેચમાં એક ઘટના એવી ઘટી જેની ચર્ચા હાલ ખુબ થઇ રહી છે. આ મેચમાં મુંબઇના બુમરાહને અને કોલકત્તાનો નીતિશ રાણાને એક ભૂલ કરવી ભારે પડી ગઇ છે. બન્નેને ખેલાડીઓને ઠપકો મળ્યો છે, જ્યારે નીતિશ રાણાને દંડ પણ ફટકાવામાં આવ્યો છે. આઇપીએલે એક પ્રેસ રિલીઝ કરીને આ વાતની જાણકારી આપી છે. 


આઇપીએલે પોતાની અધિકારિક વેબસાઇટ પર લખ્યું- કોલકત્તા નાઇટ રાઇડર્સે નીતિશ રાણાને પુણેમાં મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ પોતાની ટીમની મેચ દરમિયાન ટાટા ઇન્ડિયન પ્રીમિયર લીગની આચાર સંહિતાનુ ઉલ્લંઘન કરવા બદલ ઠપકો આપવામાં આવ્યો છે, અને મેચ ફીનો 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. 


રાણાએ આઇપીએલ આચાર સંહિતાના લેવલ 1 નો ગુનો સ્વીકાર કરી લીધો છે. વળી, બુમરાહે પણ આઇપીએલ આચાર સંહિતાના લેવલ 1 માટેના અપરાધને સ્વીકાર કર્યો છે. તેને પણ ઠપકો આપવામાં આવ્યો છે. આઇપીએલે કડક સૂચના આપતા કહ્યું કે, મેચ રેફરીનો નિર્ણય દરેક કોઇ માટે અંતિમ રહેશે. બન્ને ખેલાડીઓએ મેચ રેફરીના નિર્ણય સામે નારાજગી દર્શાવી હતી. જેના કારણે બન્ને મુશ્કેલીમાં મુકાયા હતા.


ઉલ્લેખનીય છે કે આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે પહેલા બેટિંગ કરતા 20 ઓવર રમીને 161 રન બનાવ્યા હતા. આના જવાબમાં કેકેઆરે 16મી ઓવરમાં મેચ જીતી લીધી હતી. કેકેઆર તરફથી પેટ કમિન્સે તાબડતોડ બેટિંગ કરી, કમિન્સે માત્ર 15 બૉલમાં 6 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી અણનમ 56 રનની ઇનિંગ રમી અને મેચ જીતાડી દીધી હતી. જોકે સામે છેડે વેંકેટેશ અય્યરે પણ શાનદાર ફિફ્ટી ફટકારીને ટીમને વિજયી બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. 


આ પણ વાંચો...... 


CNG Rate Increased: હવે અદાણીએ CNGના ભાવમાં કર્યો વધારો, કિલોએ કેટલા રૂપિયા વધાર્યા?


ભૂલી ગયા છો EPFનો UAN પાસવર્ડ તો ના થાવ પરેશાન, થોડી મિનિટોમાં આ રીતે જનરેટ કરો નવો પાસવર્ડ


Explained: કોરોનાનું XE પ્રકાર શું છે, તે કેટલું જોખમી છે અને તેના લક્ષણો શું છે


Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1033 નવા કેસ નોંધાયા, 43 સંક્રમિતોના મોત


કમિન્સની મુંબઈ ઈન્ડિયન્સનાં છોતરાં ફાડતી બેટિંગથી ખુશ શાહરૂખ ખાને શું લખ્યું ? કેવાં બન્યાં મીમ્સ ?