મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં આજે પંજાબ કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સનો નવ વિકેટે ભવ્ય વિજય થયો હતો. આ મેચમાં પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા આખી ટીમ ફક્ત 115 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 10.3 ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને 9 વિકેટે મોટી જીત નોંધાવી હતી.






દિલ્હી કેપિટલ્સ તરફથી ડેવિડ વોર્નરે શાનદાર અણનમ અડધી સદી ફટકારી હતી. વોર્નરે 30 બોલમાં અણનમ 60 રન ફટકાર્યા હતા જેમાં તેણે 10 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. તે સિવાય પૃથ્વી શૉએ પણ 41 રન બનાવ્યા હતા.


આ અગાઉ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. ફક્ત 54 રનમાં જ પંજાબે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ધવન 9, મયંક 24, લિવિંગસ્ટોન 2 અને જોની બેયરસ્ટો 9 રન બનાવીને પરત ફર્યા હતા. ટીમ માટે જીતેશે 23 બોલમાં 32 રન બનાવ્યા હતા.


જીતેશે 23 બોલમાં 5 ફોરની મદદથી 32 રન બનાવ્યા હતા. અંતમાં રાહુલ ચહરે એક ફોર અને એક સિક્સરની મદદથી 12 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી ખલીલ અહેમદ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને લલિત યાદવે 2-2 વિકેટ લીધી હતી.


IPL 2022: આઇપીએલમાં આ બે ટીમોનુ પ્લેઓફમાં પહોંચવાનુ થયુ નક્કી, જાણો બાકીની ટીમોની શું છે સ્થિતિ


જિઓ-એરટેલ-વીઆઇને ટક્કર આપી રહ્યો છે BSNL એકદમ સસ્તો પ્લાન, એકવારના રિચાર્જમાં મળે છે બેગણો ડેટા


Crime News: આંધપ્રદેશમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મમાં 80 લોકોની ધરપકડ, જાણો શું છે મામલો


CBSE Term 2 Exam 2022: શું નવા શૈક્ષણિક વર્ષમાં નહી લેવાય Term 1 - 2ની પરીક્ષા, જાણો સમગ્ર માહિતી