IPL 2022 CSK vs MI: આઇપીએલમાં સૌથી સક્સેસ મનાતી મુંબઇ ઇન્ડિયન્સ માટે સિઝન 15 ખુબ કપરી સાબિત થઇ રહી છે. ટીમે સળંગ સાત મેચોમાં હારનો સામનો કરી ચૂકી છે, સતત મળી રહેલા હાર પર હવે ફેન્સ રોહિતની આગેવાની ટીમના સ્ટાર બેટ્સમેન પર ગુસ્સે થયા છે. આ ક્રિકેટર છે ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન.
ફેન્સ મુંબઇની હારનો મોટો વિલન ઓપનિંગ બેટ્સમેન ઇશાન કિશનને ગણાવી રહ્યા છે. આ મેચમાં મુકેશ ચૌધરીના બૉલ પર ખરાબ રીતે આઉટ થયો અને ખાતુ પણ ન હતો ખોલાવી શક્યો. ઇશાન કિશને આ ટૂર્નામેન્ટમાં હજુ સુધી ટીમને સારી શરૂઆત નથી અપાવી.
ફેન્સ ઇશાન કિશનને વિલન એટલા માટે બતાવ રહ્યા છે કે મુંબઇ ઇન્ડિયન્સે ઇશાનને 15.25 કરોડ રૂપિયાની મોટી રકમ આપીને ખરીદ્યો છે, પરંતુ તે પ્રમાણે પરફોર્મન્સ નથી બતાવી રહ્યો. જુઓ ટ્વીટર પર કેવી ઉડી રહી છે મજાક..........