IPL 2022: ગુજરાત ટાઇટન્સ આજથીથી તેનું IPL અભિયાન શરૂ કરી રહ્યું છે. આજે સાંજે લખનઉ સુપર જાયન્ટ્સ સામે મેદાનમાં ઉતરશે. આ મેચ પહેલા ગુજરાતની ટીમે એક નવું અપડેટ આપ્યું છે. ટીમે અફઘાનિસ્તાનના દિગ્ગજ સ્પિનર રાશિદ ખાનને વાઇસ કેપ્ટન બનાવ્યો છે. ગુજરાત ટાઇટન્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ ખાસ અપડેટ આપી છે.
ગુજરાત ટાઇટન્સે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું, 'અમારી પ્રથમ સિઝનમાં રાશિદ ખાન વાઇસ કેપ્ટન હશે.' ટાઇટન્સે આ લખાણ સાથે હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનનો ફોટો પણ શેર કર્યો છે. IPL ઓક્શન પહેલા જ ગુજરાતે પોતાના ડ્રાફ્ટમાં રાશિદ ખાનનો સમાવેશ કર્યો હતો. રાશિદ ખાનને 15 કરોડમાં ખરીદ્યો હતો.
રાશિદ ખાનનો કેવો છે દેખાવ
છેલ્લા કેટલાક વર્ષોમાં રાશિદ ખાને ટી20 ક્રિકેટમાં શાનદાર બોલિંગ કરીને દિગ્ગજ સ્પિનરોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અફઘાનિસ્તાનના તાજેતરના સારા પ્રદર્શનમાં વિશેષ ભૂમિકા ભજવી છે. રાશિદ ખાન IPLમાં પણ શાનદાર રહ્યો છે. આઈપીએલમાં તેણે 76 મેચમાં 93 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેની બોલિંગ એવરેજ 20.56 રહી છે. એટલે કે તેણે દર 20 રન બાદ એક વિકેટ લીધી છે. આ સાથે રાશિદ ખૂબ જ કંજૂસ બોલર પણ સાબિત થયો છે. તેણે આઈપીએલમાં પ્રતિ ઓવર માત્ર 6.33 રનની એવરેજ આપી છે.
હાર્દિક પંડ્યાનું કેપ્ટન તરીકે ડેબ્યૂ
હાર્દિક પંડ્યા ટીમની સાથે કેપ્ટન તરીકે ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તે ગત સિઝન સુધી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. જ્યારે કેએલ રાહુલ નવી ફ્રેન્ચાઇઝી સાથે કમનસીબનું લેબલ દૂર કરવા માંગશે કારણ કે તે પંજાબ કિંગ્સ માટે રમતી વખતે બેટથી સારું પ્રદર્શન કરી શક્યો હતો પરંતુ ટીમનું પ્રદર્શન બહુ સારું નહોતું.
કઈ ચેનલ પરથી મેચનું થશે ટેલિકાસ્ટ
સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી મેચનું લાઇવ ટેલિકાસ્ટ 7.30 કલાકથી થશે. જિયો અને ડિઝની હોટ સ્ટાર પરથી સ્ટ્રીમિંગ જોઈ શકાશે.
ગુજરાત ટાઇટન્સ સંભવિત-11: શુભમન ગિલ, મેથ્યુ વેડ (Wk), વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાહુલ તેવટિયા, વરુણ એરોન, રાશિદ ખાન, મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન.